મોરબીમાં ગ્રીન સિટી સિરામિક તરફથી એક્યુપ્રેશર ફ્રી નિદાન સારવાર કેમ્પ યોજાયો… 70 દર્દીઓએ લીધો લાભ

મોરબી, આરીફ દીવાન :-

મોરબીના સેવાભાવી સર્વે સમાજ ચિંતક એવા જયસુખભાઈ પટેલ દ્વારા છેલ્લા ઘણા સમયથી ફ્રી એક્યુપ્રેશર સારવાર નિદાન કેમ્પ જરૂરત મંદ દર્દીઓ માટે દર ગુરૂવાર અને મંગળવારે એક્યુપ્રેશર ફ્રી નિદાન કેમ્પ શરૂ કરવામાં આવ્યું છે જેનો લાભ મોટી સંખ્યામાં સર્વે સમાજના લોકોએ લઈ રહ્યા છે માત્ર મોરબી જ નહીં પરંતુ અન્ય શહેર જિલ્લા માંથી પણ લોકો લાભ લઇ રહ્યા છે જેમ કે જામનગર રાજકોટ અમદાવાદ વડોદરા સુરત વગેરે વગેરે જરૂરત મંદ દર્દીઓ લાભ લઈ ચૂક્યા છે હાલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી હવે સપ્તાહમાં એક વખત એટલે કે દર મંગળવારે એક્યુપ્રેશર ફ્રી નિદાન કેમ્પ ચાલુ રાખ્યો છે જેમાં મોરબી ખાતે 75 માં ફ્રી એક્યુપ્રેશર નિદાન કેમ્પ તારીખ 30 5 2023 ના રોજ પ્રફુલ ભજીયા વાળી શેરીમાં ગ્રીન સિટી સિરામિક તરફથી યોજાયો હતો જેમાં 70 જેટલા દર્દીઓએ એક્યુપ્રેશર સારવાર નો લાભ લીધો હતો જેમાં રાજકોટ ટંકારા પડધરી ધ્રોલ જાંબુડીયા મોરબી સહિત ના દર્દીઓનો સમાવેશ થયો છે દર મંગળવારે આ ફ્રી એક્યુપ્રેશર નિદાન કેમ માં લાભ લેવા ઇચ્છુક વ્યક્તિઓએ વધુ વિગત માટે કે નામ રજીસ્ટર કરવા માટે 93 1 66 15 8 58 પર વધુ વિગત મેળવી સંપર્ક કરવા જયસુખભાઈ પટેલની યાદીમાં જણાવ્યું છે આ ફ્રી એક્યુપ્રેશર નિદાન કેમ્પમાં જયસુખભાઈ પટેલ યોગેશભાઈ સહિત હસમુખભાઈ મિસ્ત્રી અને સાઈન બેન શાહમદાર એ સારી એવી જહેમત ઉઠાવી હતી જે તસવીરમાં દ્રશ્ય થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here