મેઘરજના નાની ભુવાલ ગામ ખાતેથી સગીર વયની બાળાને ભગાડી જનાર ઇસમ તથા ભોગબનનારને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ, ગાંધીનગર નાઓએ તથા શ્રી સંજય ખરાત, પોલીસ અધિક્ષકશ્રી અરવલ્લી,મોડાસા નાઓએ આપેલ સૂચનાઓ મુજબ અરવલ્લી જિલ્લામાં બનેલ ગુન્હાઓના કામે નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા અસરકારક પરિણામલક્ષી કામગીરી કરવા માર્ગદર્શન/સુચનાઓ આપેલ હતી.
જે અનુસંધાને શ્રી,કે.ડી.ગોહીલ, પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી.મોડાસા નાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ,અરવલ્લીના સ્ટાફના પોલીસ માણસોની જુદી જુદી ટીમો બનાવી નાસતા ફરતા આરોપી ઓને શોધી કાઢવા જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હતા.
જે અન્વયે અમોને ચોક્કસ બાતમીદારથી બાતમી મળેલ કે, મેઘરજ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં ૧૧૧૮૮૦૦૭૨૧૦૫૨૫/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૬૩ તથા પોસ્કો એકટ કલમ ૧૨ તથા અટ્રોસીટીએકટ કલમ૩(૨)(૫-એ),૩(૧)(ડબલ્યુ)(૧) મુજબના કામનો આરોપી રામાભાઇ સુફરા ભાઇ હેમારી રહે.રેલ્યા તા.મેઘરજ જી.અરવલ્લીનાઓ મહેશ્વારી રોલીંગ મીલ મોતીપુરા તા.વિજાપુર જિ.મહેસાણા ખાતે હોવાની ચોક્કસ બાતમી હોવાથી બાતમી આધારે મોડાસાથી મોતીપુરા તા. વિજાપુર જિ.મહેસાણા ખાતે જતા મેઘરજ પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં ૧૧૧૮૮૦૦૭૨૧૦૫૨૫/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૬૩ તથા પોસ્કો એકટ કલમ ૧૨ તથા અટ્રોસીટીએકટ કલમ૩(૨)(૫-એ), ૩(૧) (ડબલ્યુ)(૧) મુજબના કામના આરોપી તથા ભોગબનનાર સાથે મળી આવતા બન્ને જણાને મોડાસા મુકામે લાવી સદરી ઇસમને સી.આર.પી.સી.કલમઃ ૪૧(૧) આઇ મુજબ તા.૨૦/૫/૨૦૨૩ ના રોજ અટક કરી આગળની તપાસ માટે મેઘરજ પોલીસ સ્ટેશન તરફ મોકલી આપી આગળની તજવીજ કરેલ છે.
પકડાયેલ આરોપી-
(૧) રામાભાઇ સુફરા ભાઇ હેમારી હાલ રહે.મોતીપુરા તા.વિજાપુર જિ.મહેસાણા મુળ રહે.રેલ્યા
તા.મેઘરજ જી.અરવલ્લી

 

કામ કરનાર અધિકારી/કર્મચારીઓઃ-
(૧) શ્રી કે.ડી.ગોહિલ,પોલીસ ઇન્સપેકટર, એલ.સી.બી. મોડાસા.
(ર) શ્રી એસ.કે.ચાવડા,પોલીસ સબ ઇન્સ. એલ.સી.બી. મોડાસા.
(૩) એ.એસ.આઇ.અનીલકુમાર અંબાલાલ એલ.સી.બી. મોડાસા.
(૪) અ.હે.કો.કલ્પેશસિંહ કરણસિંહ એલ.સી.બી. મોડાસા.
(૫) અ.હે.કો.કીશનકુમાર બાબુભાઇ એલ.સી.બી. મોડાસા.
(૬) આ.પો.કો.હાર્દિક કુમાર અરવિંદભાઇ એલ.સી.બી. મોડાસા.

આમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ,અરવલ્લી ધ્વારા અરવલ્લી જિલ્લાના મેઘરજ પો.સ્ટેના ગુન્હાના કામે છેલ્લા બે અઢી વર્ષથી નાસતો ફરતો આરોપીને ઝડપી પાડી પ્રસંશનીય કામગીરી કરવામાં સફળતા સાપડેલ છે. તા.૨૧.૦૫.ર૦ર૩.

( કે.ડી.ગોહિલ )
પોલીસ ઇન્સપેકટર,
એલ.સી.બી., અરવલ્લી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here