મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજ્યમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ગેરકાયદેસર રીતે નર્મદા નદી વાટે ગુજરાત રાજ્યના વિસ્તારના તરખંડા ગામે લાવી રાખેલ કુલ કિ.રૂ૩ર, ૬૦૦/- નો મુદામાલ પકડી પાડતી ક્વાંટ પોલીસ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

પોલીસ અધિક્ષક નાઓની સુચના અને માર્ગદર્શઆધારે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવિઝન નાઓના તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર વિ.એસ.ગાવિ છોટાઉદેપુર સર્કલ નાઓના સંકલનમાં રહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી પ્રવ્રુતી નેસ્તનાબુદ કરવા તથા દારૂબંદીના કાયદાની કડ અમલવારી થાય તે સારૂ સી.એમ.ગામિત પો.સ.ઇ. ક્વાંટ પોલીસ સ્ટેશન નાઓએ પોસ્ટે વિસ્તારમાં અંગત બાતમી દારો ઉભા કરેલ હતા બાતમીદારો થકી આજ રોજ પો.સ.ઇ. સી.એમ.ગામિત નાઓને બાતમી હકીકત મળેલ કે ખડલા ગામના સુનિલભાઇ દોવાળીયાભાઇ જા ભીલ તથા જંગલીયાભાઈ કુરેસીયાભાઈ જાતે ભીલ નાઓ ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો મોજે તુરખેડાગામે બસકરીય ફળીયામાં નર્મદા નદીના કિનારે વગરપાસ પરમીટ ગેર કાયદેસર રીતે લાવી સંતાડી રાખેલ છે જે મળેલ બાતમી હકીકત આધારે પો.સ.ઇ. સી.એમ.ગામીત નાઓએ સ્ટાફના માણસો સદરી જગ્યાએ રેઇડ કરતા સદરી બન્ને ઇસમો પોલીસને પોતાના તરફ આવતા જોઇ અંધારાને લાભ લઈ જંગલમાં નાશી ગયેલ હતા જે રેઈડ વાળી જગ્યા ઉપરથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ (1) માઉન્ટસ ૬૦૦૦ સુપર સ્ટ્રોં બિયર ૫૦૦ મીલીની કંપની શીલબંધ પતરાની ટીન નંગ ૨૪૦ કિ.રૂ. ૨૪,૦૦૦/- મળી (૨) રોયલ બ્લુ મલ્ટ વ્હિસ્કી ૧૮૦ મીલીની કંપન શીલબંધ પ્લાસ્ટીકની બોટલો નંગ ૮ કિ.રૂ. ૮,૬૦૦/- મળી કુલ બોટલ નંગ ૩૨૬ ની કુલ કિ.રૂ. ૩૨,૬૦૦/- નો પ્રોહી મુદ્દામાલ મળી આવત કવાંટ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી કવાંટ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આમ કવાં પોલીસ સ્ટેશનના સ્ટાફને પ્રોહીબીશનનો ગણના પાત્ર કેશ શોધી કાઢવામાં સફળતા મળેલ છે અને નાશી જનાર આરોપીને પકડી પાડવ ચક્રો ગતિમાન કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here