ભાવનગરના મહુવા શહેર ખાતે આવેલા કૈલાસ ગુરુકુળ મધ્યે તા. 21 ને રવિવારે સાંજના ૮ કલાકે પૂજ્ય મોરારી બાપુ દ્વારા આ વર્ષના તેમજ ગત વર્ષના સંતવાણી એવોર્ડ 13 14 એનાયત થશે

મહુવા,(ભાવનગર) આરીફ દિવાન(મોરબી) :-

ભાવનગરના મહુવા શહેર ખાતે આવેલા કૈલાસ ગુરુકુળ મધ્યે તા. 21 ને રવિવારે સાંજના ૮ કલાકે પૂજ્ય મોરારી બાપુ દ્વારા આ વર્ષના તેમજ ગત વર્ષના સંતવાણી એવોર્ડ 13 14 એનાયત થશે.પ્રતિવર્ષ કારતક વદ બીજના રોજ અહીં યોજાતા સંતવાણી એવોર્ડ માં ચાલુ સાલે એક સમારંભમાં સંતવાણી એવોર્ડ 14 ની સાથે ગત વર્ષના સંતવાણી એવોર્ડ-13ની પણ અર્પણ વિધિ થશે.આ એવોર્ડની ચયન સમિતિ દ્વારા ઘોષિત થયેલા સંતવાણી એવોર્ડ (2020 અને 21) માં સંતવાણી સર્જકની વંદના માં સંત શ્રી ભોજલરામ બાપા, ફતેપુરની આ એવોર્ડ થી વંદના કરવામાં આવશે, જે એવોર્ડ પ્રતિનિધિ તરીકે મહંત શ્રી ભક્તિરામબાપુ ભોજલધામ, ફતેહપુર સ્વીકારશે. જ્યારે ભજનીક નો એવોર્ડ સમરથસિંહ સોઢા, રાપર, કચ્છ ને, તબલા વાદક તરીકેનો એવોર્ડ રાજકોટના ઈકબાલ હાજીને તથા વાદ્યવાદક બેન્જો માટેનો એવોર્ડ છપ્પનભાઈ પટણી અમદાવાદ ને, તેમજ મંજીરાવાદક નીતિનભાઈ કાપડી જામનગરને આ વર્ષના એવોર્ડ અર્પણ કરી વંદના કરવામાં આવશે.કોરોના મહામારી ને કારણે ગત વર્ષ 2020 ના સ્થગીત રહેલા સંતવાણી એવોર્ડ પણ આ સાથે આજે એનાયત થશે. જેમાં ભજનના આદિ સર્જકની વંદના માટે નિર્મળ નામ સ્વરૂપ સદગુરુ શ્રી નિરાંત મહારાજ ના પ્રતિનિધિ ગોહિલ રોહિત કુમાર રતુરામજી, નિરાંત વચન હરજી ગુરુ જ્ઞાન ગાદી, દેથાણ ની આ એવોર્ડથી વંદના થશે. જ્યારે ભજનીક તરીકેનો એવોર્ડ ઈસ્માઈલ ગની મીર, રાજકોટને, તબલાવાદક નો એવોર્ડ ભરતપરી ફુલપરી વેરાવળ ને, તથા બેન્જોવાદક રહીમખાન મોહનખાન રાજકોટને, તેમજ મંજીરા વાદક નો એવોર્ડ ભુરાભાઈ (ભરતભાઈ) બારોટ જામનગર ને અર્પણ કરી આ એવોર્ડ થી મોરારીબાપુ વંદના કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here