ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિના મહિલા કોગ્રેસના પ્રમુખ પદે જ્યોતિબેન તડવીની વરણી થઈ

ભરુચ,
આશિક પઠાણ(રાજપીપળા)

કોગ્રેસ આગેવાનો સહિત શુભેચ્છકો કાર્યકરોએ ભરુચ કોગ્રેસ કાર્યાલય ખાતે નવનિયુક્ત મહિલા પ્રમુખને શુભેચ્છાઓ પાઠવી

ભરૂચ જીલ્લા મહિલા કોગ્રેસ સમિતિના પ્રમુખ પદે પક્ષના સંનિષ્ઠ અને સતત ઉત્સાહિત અને લોકસંપર્કમા રહી પ્રજાજનોના પશ્રો તેમની સમસ્યાઓને વાચા આપતાં મુળ રાજપીપળાના વતની જ્યોતિબેન તડવીની ભરુચ જીલ્લા કોંગ્રેસ સમિતિના મહિલા પ્રમુખ તરીકે નિયુક્તિ થતાં તેમના શુભેચ્છકો પક્ષના કાર્યકરો સહિત કોગ્રેસ આગેવાનોમા ખુશીની લહેર ફેલાઇ હતી.

કોગ્રેસ કાર્યાલય ભરુચ ખાતે જ્યોતિબેન તડવીને આગેવાનો કાર્યકરોએ શુભેચ્છાઓ પાઠવી હતી. આવનાર દિવસોમા તેમના નેતૃત્વમા કોગ્રેસ પાર્ટી મજબૂત બની જનસેવા અને લોકકલ્યાણના કાર્યોને વધુ વેગ આપસે એવો આશાવાદ વયકત કરાયો હતો.

જ્યોતિબેન તડવીએ પણ પોતાનામા પક્ષના મોવડીઓએ જે વિશ્વાસ મુકી જવાબદારી સોંપી છે તેને નિષ્ઠા પુર્વક નિભાવવા સંગઠનને વધુ મજબૂત કરવાનાં સંકલ્પ કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here