ભરુચ જીલ્લાના નેત્રંગ તાલુકામા વિકાસના કામોનુ જિલ્લા વિકાસ અધિકારીએ કર્યું નિરીક્ષણ..

ભરૂચ, આશિક પઠાણ (રાજપીપળા) :-

શૌચાલય , ચેકડેમ, મનરેગા યોજના , આવાસ યોજના સહિત ના વિકાસ ના કામો ની ચકાસણી

મુલાકાત દરમ્યાન સબ સલામત કે ભ્રષ્ટાચાર ની ગંધ ?

આદિવાસી વસ્તી ધરાવતા ભરુચ જીલ્લા ના ના આદિવાસી વિસ્તારોમાં ગણાતા નેત્રંગ સહિત વાલીયા અને ઝધડીયા તાલુકા મા વિકાસના કામો માટે કરોડો રૂપિયા ની સરકારી ગ્રાન્ટો સરકાર તરફથી ફાળવવામાં આવે છે ત્યારે આ વિસ્તારમાં રાજકીય આગેવાનો, સરકારી અધિકારીઓ અને ઇજારદાર એજન્સીઓ ની મીલીભગત થી વિકાસના કામો મા મોટા પ્રમાણ મા ભ્રષ્ટાચાર આચરાતા હોવાનું લોકો ના મોઢે લોકચર્ચા મા ચર્ચાસ્પદ બનેલ છે તયારે ભરુચ જીલ્લા વિકાસ અધિકારી એ નેત્રંગ તાલુકા મા ચાલતા વિકાસ ના કામો નુ નિરીક્ષણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

ભરૂચ જીલ્લા વિકાસ અધિકારી એ નેત્રંગ તાલુકા મા સમાવિષ્ટ ગાલીબા , ચાસવડ , ખરેડા , મોરીયાણા , ઝરણાવાડી , કંબોડીયા જેવા ગામો મા સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ વિકાસ ના કામો નુ નિરીક્ષણ કર્યું હતું. ગાલીબા ગામ ની પ્રાથમિક શાળા માં વૃક્ષારોપણ નો કાર્યક્રમ હાથ ધરાયો હતો જે પ્રસંગે તેઓ સાથે પ્રાયોજના અધિકારી ભરુચ સહિત નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી સહિત નાઓ હાજર રહયા હતા .

ભરૂચ જીલ્લા વિકાસ અધિકારી એ ખરેડા ગામ ખાતે સામુહિક શૌચાલય યોજના અને પ્રધાન મંત્રી યોજના હેઠળ બનતા મકાનો નુ નિરીક્ષણ કર્યું હતું.ઝરણાવાડી ગામ ખાતે ના ચેકડેમ , ચાસવડ ખાતે મનરેગા યોજના હેઠળ ના બનેલા રસ્તા મોરિયાણા ગામ મા બનેલ આંગણવાડી કેન્દ્ર નુ મકાન સહિત વિવિધ ગામો મા વિકાસના કામો નુ નિરીક્ષણ કરી અધિકારીઓ સાથે પરામર્શ કર્યુ હતુ.

જીલ્લા વિકાસ અધિકારી ની મુલાકાત દરમ્યાન સબ સલામત હોવાનું બતાવવામાં આવેલ હોય એ સ્વાભાવિક ઘટનાક્રમ હોય !! તયારે આદિવાસી વિસ્તારોમાં સરકારી યોજનાઓ ના કામો મા તકલાદી કામકાજ થતો હોવાની ફરિયાદો લોકો મા અવારનવાર ઉઠવા પામતી હોય છે, પરંતુ ઉચ્ચ અધિકારીઓ ને તેમની મુલાકાત દરમ્યાન સબ સલામત ના દ્ષયો જ બતાવવામાં આવે છે !!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here