બોડેલી ખાતે આયોજિત મેગા કોવિડ રસીકરણ કેમ્પમાં ૨૧૮ લોકોએ કોરોનાની રસી મુકાવી…

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ :-

છોટાઉદેપુર જિલ્લા માં કોરોના સંક્રમણનાં કેસમાં વધારો થઇ રહ્યો હોય વહીવટી તંત્ર દ્વારા કોરોના સામે લોકોને રક્ષણ મળી રહે તે માટે ઠેર-ઠેર કોવિડ રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આજે જિલ્લાના બોડેલી ખાતે બોડેલી વૈષ્ણવ યુવા સંગઠન દ્વારા પૂ.પા.ગો.૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી વૈષ્ણવ ઇનરફેઇથ પુષ્ટિમાર્ગીય ઓર્ગેનાઇઝેશન – VIPO આરોગ્ય વિભાગ છોટાઉદેપુર ના સંયુક્ત ઉપક્રમે બોડેલી નાં રામ કબીર સત્સંગ હોલ ખાતે એક મેગા કોવિડ રસીકરણ કેમ્પ નું આયોજન કરી સમાજસેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડયુ હતું.

વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો.૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી એ દીપ પ્રાગટ્ય દ્વારા કોવિડ રસીકરણ કેમ્પ નો પ્રારંભ કરતા વર્તમાન વિકટ પરિસ્થિતિમાં કોવિડ વેક્સિન એ એક સલામતી માટેનું ઉત્તમ ઔષધ છે વિશ્વ જ્યારે આ મહામારીનો ભોગ બન્યું છે ત્યારે એક હાથે તાળી નહીં પડે તેમ કહેતા આપશ્રીએ સેવાભાવી સંસ્થાઓ સરકાર તથા પ્રશાસનના સહિયારા પ્રયાસો ની સાથે આપણી સૌની વ્યક્તિગત જાગરૂકતા સાવચેતી પણ ખૂબ જ આવશ્યક છે ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી તો જરૂરી જ છે અને એ માટે આજે રસીકરણ કેમ્પયોજી બોડેલી વૈષ્ણવ યુવા સંગઠન દ્વારા બોડેલી ખાતે સૌપ્રથમ કરાયેલ પહેલને બિરદાવી અભિનંદન આપી આવી પડેલી મહામારી માથી વિશ્વની મુક્તિ આપે તેવી શ્રી પ્રભુને પ્રાર્થના કરી હતી.

કેમ્પ ને સફળ બનાવવા જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, નોડલ અધિકારી કૃણાલ પટેલ નો સુંદર સહયોગ રહ્યો હતો જ્યારે કેમ્પ ને સફળ બનાવવા VIPO નાં સદસ્ય અશ્ર્વિનભાઇ શાહ, વૈષ્ણવ યુવા સંગઠન બોડેલી નાં રજનીભાઈ ગાંધી, જિગ્નેશ ચોક્સી, ડો.કિશોર ગાંધી, જ્વલંત બાવલાવાલા, અશોકભાઇ સોની વિગેરે સહિત કાર્યકરો સાથે ગામની વિવિધ સંસ્થાઓ અને સમાજસેવી કાર્યકરોએ ભારે જહેમત ઊઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here