પાટણ એલસીબી પોલીસે સિદ્ધપુરના ખોલવાડા સીમમાંથી ૯૨ હજારની કિંમતનો ૫૬૨ નંગ વિદેશી દારૂ,બીયર ઝડપ્યો

સિધ્ધપુર, (પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

પાટણ એલસીબી પીઆઈ આર.કે.અમીન,મિસિંગ સેલના પીએસઆઈ એ.પી.જાડેજા અને સ્ટાફ ના માણસોને બાતમી મળી હતી કે સિદ્ધપુર નજીક આવેલા ખોલવાડા ગામની સીમમાં વડીયા પરા આંટા માં આવેલ ચેકડેમ નજીક બાવળોમાં સંતાડી દારૂ તથા બિયરનું વેચાણ થઈ રહ્યું છે.જે હકીકત આધારે સદર સ્થળે રેડ કરતા રાજપુત નિકુલસિંહ ઉર્ફે ગફુર વિક્રમસિંહ,મૂળ રહે.કલ્યાણા ,તા.સિદ્ધપુર વાળો ૫૬૨ નંગ ભારતીય બનાવટની વિદેશી દારૂ, બિયર જેની કિંમત ૯૨,૩૩૦ સાથે આબાદ ઝડપાઈ જવા પામ્યો હતો. અત્રે નોંધનીય છે કે સમયાંતરે દેશી-વિદેશી દારૂ તથા બીયર પકડવાના કિસ્સાઓ પ્રકાશ આવતા હોય છે અને બાદમાં તેવા જ સ્થળોએ પોલીસતંત્રની રહેમનજરે ફરી તેનું વેચાણ શરૂ થઈ જતું હોવાથી સમગ્ર ગુજરાતમાં દારૂબંધી ફક્ત કાગળ ઉપર જ અમલી હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે.પોલીસતંત્રની હપ્તાગીરીના ઓથા હેઠળ દારૂનો ધંધો બેરોકટોક ખુલ્લેઆમ ધમધમી રહ્યો છે તે એક નિર્વિવાદીત સત્ય હકીકત છે.રાજ્યમાં દારૂબંધીનાં કડક અમલ માટે વર્તમાન સરકાર સામે બાયો ચઢાવનાર ક્ષત્રિય નેતા અલ્પેશ ઠાકોર જાહેર જીવનમાં આવતા જનતાને દારૂબંધી માટે એક નવી આશા બંધાઈ હતી પરંતુ બાદમાં તેઓ ભાજપમાં ભળી ગયા હોવા છતાંય સમગ્ર રાજ્યમાં દેશી-વિદેશી દારૂનો વેપલો જૈસે-થે જ રહેવા પામ્યો હોવાથી લોકોને દારૂબંધી નામે ઝાઝવા ના જળ જ બતાવાયા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here