પંચમહાલ સહિત કાલોલનાં દોલતપુરા, વરવાળા, નેસડા, મેદાપુર અને ઘોઘંબા વિસ્તારમા મંજુરી વગર ધમધમતા ઈંટોનાં ભઠ્ઠા

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

ઈંટ ઉત્પાદકોએ જીએસટી વધારો અને જીપીસીબીની નોટીફિકેશનો સામે ઈંટ ઉત્પાદન મોફુક રાખવાનો ઠરાવ કર્યાં ને માંડ માંડ દોઢ માસ થયો છે ત્યારે કોલસાની અછત, ભાવ માં વધારો, લેબર ની સમસ્યાઓ જેવા મુદ્દે ઈંટ ઉત્પાદકો દ્વારા ઉત્પાદન બંધ રાખવા ઠરાવ કરી હડતાળ જાહેર કરવામાં આવી હતી. હાલમા સરકાર ની કોઈ પણ પ્રકારની મંજુરી વગર ઈંટો નાં ભઠ્ઠા ચાલુ કરી દેવામા આવ્યા છે.પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ફિક્સ ચીમની તથા ફરતી ચીમનીના ઈંટો બનાવતા ગેરકાયદે ભઠ્ઠા ધમધમતા મોટા ભાગના ભઠ્ઠા સંચાલકો દ્વારા પંચાયત કે પછી ખનીજ વિભાગની મંજૂરી પણ લેવામાં આવતી નથી.રોયલ્ટીની ઐસી કી તૈસી કરી સરકારને લાખ્ખો રૂપિયાનો ચૂનો ચોપડવામાં આવે છે.અને ખનીજ ખાતાની પરવાનગી તથા રોયલ્ટીની ઐસી કી તૈસી કરનાર ઈંટ ઉત્પાદકો સામે તંત્ર લાચારી અનુભવી રહ્યુ હોય તેવું લાગે છે. હજુ સુધી કોઈ પણ ભઠ્ઠા ની મંજુરી આપી નથી તેમ છતાં પણ આ વિસ્તારમા ઉત્પાદન શરૂ કરાયુ છે ત્યારે મામલતદાર કચેરી અને સ્થાનીક ગ્રામ પંચાયત ની મંજુરી લેવામાં આવી છે કે કેમ? સમગ્ર બાબતે જવાબદાર તંત્ર મૌન ધારણ કરી લે છે અને આંખ આડા કાન કરતા અને તંત્ર હાલમા ચુંટણી ની કામગીરીમાં વ્યસ્ત હોવાનો ફાયદો ઉઠાવી વરવાળા, મેદાપુર, દોલતપુરા, નેસડા અને ઘોઘંબા માં મંજુરી વગર જ ઈંટો નાં ભઠ્ઠા ચાલુ થઈ ગયા છે અને કાચી ઈંટો પાડવાની કામગીરી શરૂ કરી દેવામા આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here