પંચમહાલ જિલ્લા સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારના અધ્યક્ષસ્થાને યોજાઈ

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

છેવાડાના વ્યક્તિને સરકારી લાભો મળી રહે તથા પ્રજાના પ્રશ્નો તાકીદે ઉકેલવા જિલ્લા કલેકટરશ્રીએ કર્યો અનુરોધ

દબાણો હટાવવા,પાણી, રસ્તા અને વીજળીના પ્રશ્નો સત્વરે ઉકેલવા સૂચનાઓ આપવામાં આવી

પંચમહાલ જિલ્લા સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્યશ્રીઓ તથા જિલ્લા સંકલન સમિતિના સંલગ્ન અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન,ગોધરા કલેક્ટરશ્રી કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.
આ બેઠકમાં ગત તથા અગાઉની મીટીંગમાં અધ્યક્ષસ્થાનેથી ચર્ચાયેલ કામગીરીની પ્રગતિ,એકશન ટેકન રીપોર્ટ,જે તે કચેરીને સીધી મળેલ પડતર અરજીઓના નિકાલ, જે તે કચેરી હસ્તકની વિવિધ યોજનાઓ તથા તેના લક્ષ્યાંકો- સિધ્ધિઓ, લોકાભિમુખ વહીવટ, નાગરિક અધિકાર પત્રની અરજીઓ, આ ઉપરાંત જિલ્લાના તાકિદના પ્રશ્નો બાબતે ચર્ચા કરાઈ હતી.

આ પ્રસંગે ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂઆત કરાયેલા પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીશ્રીઓને જિલ્લા કલેકટરશ્રીએ સૂચનાઓ આપી હતી. જિલ્લા કલેકટરશ્રીએ છેવાડાના વ્યક્તિને સરકારી લાભો મળી રહે તથા પ્રજાના પ્રશ્નો તાકીદે ઉકેલવા અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું.આ સાથે તેમણે દબાણો હટાવવા,પાણી, રસ્તા અને વીજળીના પ્રશ્નો તાકીદે ઉકેલવા જણાવ્યું હતું. તેમણે જે પ્રશ્નોની ચર્ચા સંકલનમાં થાય તેના ઉકેલ સાથે જ સંકલનમાં આવવા અધિકારીઓને તાકીદ કરી હતી.

આ બેઠકમાં પંચમહાલ સાંસદશ્રી રતનસિંહ,સર્વશ્રી ધારાસભ્યશ્રીઓ શ્રી જયદ્રહસિંહજી પરમાર,શ્રીમતી નિમીષાબેન સુથાર, શ્રી ફતેહસિંહ ચૌહાણ અને શ્રી સી.કે.રાઉલજી દ્વારા ગત વિવિધ પ્રશ્નો બાબતે વિવિધ ખાતાઓએ કરેલ કામગીરીની સમીક્ષા કરી હતી, જેમાં અગાઉના વીજળી,બેંક,પેન્શન, નલ સે જલ યોજના અને જમીનને લગતા પ્રશ્નો બાબતે થયેલ કામગીરીની સમીક્ષા કરાઇ હતી.તમામ અધિકારીશ્રીઓએ વિવિધ પ્રશ્નોના સમયસર નિકાલ કરવા માટે ખાતરી આપી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ કુ.કામિનીબેન સોલંકી,નિવાસી અધિક જિલ્લા કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમા,જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી,સર્વશ્રી પ્રાંત અધિકારીશ્રીઓ સહિત જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here