નોનવેજની લારી ગલ્લા પર પ્રતિબંધ મૂકી રાજકીય નેતાઓ જશ ખાટવાનું બંધ કરે : રોજગાર આપી ના શકતા હોય તો રોજગાર બંધ પણ ના કરો : સુલેમાન

મોરબી, આરીફ દિવાન :-

સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નોનવેજ ઈંડા કરી આમલેટનો ધંધો કરતા તમામ લારી ગલ્લાવાળાઓને તંત્ર વાહકો દ્વારા પ્રતિબંધના આદેશનો અમલ કરવા તકવાદી નેતાઓની ભલામણ અંતર્ગત મહાનગરપાલિકા અને સરકારી તંત્ર દ્વારા નિર્દોષ નાના ગરીબ ધંધાર્થીઓને એકાએક પડ્યા પર પાટુ માર્યા સમાન નિર્ણય લેવાતાં ગરીબ રોજગારોમા આક્રોશ ફેલાયો છે
વિધાનસભાની 2022ની ચૂંટણીમાં મતદાર પ્રજા કાંઈક નવું સ્વરૂપ ધારણ કરે તેવા સંકેતો હાલ દેખાઈ રહ્યા છે. એક તરફ મોંઘવારી અને કોરોના મહામારી અંતર્ગત આવેલી મંદી અને બેરોજગારીથી લોકો ત્રાહીમામ થઈ ગયા છે ત્યારે રોજગાર આપવાને બદલે રોજી છીનવવાનો સરકાર દ્વારા લેવાએલો તબલઘી નિર્ણય રોજે રોજ નુ પેટીયું રડતા ગરીબોને બેકારીના ખપ્પર મા ધકેલી દેવા પાત્ર છે.
પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે નાના નાના રેકડી ગલ્લા ધારકોને એકાએક નોનવેજ પ્રતિબંધ અંતર્ગત ઈંડા આમલેટ નોનવેજ ની લારીગલ્લા વગેરે તંત્ર દ્વારા દૂર ખસેડી પડ્યા પર પાટુ માર્યા સમાન કાર્ય આજના રાજકીય નેતાઓ દ્વારા હાથ ધરવામાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે. એક તરફ મંદી અને મોંઘવારી માં બે છેડાને ભેગા કરવા માટે સામાન્ય મજૂર વર્ગ થી માંડી મોટા વેપારી પણ મોંઘવારીને પહોંચી વળવા માટે ચિંતિત બન્યા છે એવા સમયે તંત્રવાહકો અને શાસક પક્ષ દ્વારા આવા નાના ધંધા રોજગારો પર એકાએક પ્રતિબંધના આદેશો કરી નિર્દોષ નાના મજુર વર્ગને બેકાર બનાવ્યા છે. એક તરફ દેશના વડાપ્રધાન લોકો આત્મનિર્ભર થાય તેવા પ્રયાસો કઈ રહ્યા છે તો બીજી તરફ મંદી મોંઘવારી માં નાના મજૂર વર્ગ ના રોજીરોટી પર તંત્રના દેખાવ પ્રદર્શન દ્વારા નિર્દોષ નાના વ્યક્તિઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે તે લોકશાહીમાં તાનાશાહી નહિ તો શું છે ?મોંઘવારી ને ડામવા અને રોજગાર આપવામા સતત નિષ્ફળ ગયેલી સરકાર લોકોનુ ધ્યાન બીજે દોરવા માટે આ કામ કરી રહી છે આવા સંજોગોમા સબળ વિરોધપક્ષની ભૂમિકા ભજવવામા કોંગ્રેસ પણ ચૂપ કેમ છે ?
તેવો પ્રશ્ન એ.આઈ.એમ. આઈ.એમ પાર્ટીના જૂનાગઢ જિલ્લા પ્રમુખ સુલેમાનભાઈ પટેલે દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here