નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારના સોડત ગામે જુગારની અસામાજીક પ્રવૃત્તિ કરતા ચાર ઈસમોને કુલ કિં.રૂ.૨૫,૭૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી નસવાડી પોલીસ

નસવાડી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

મે.પોલીસ મહાનિર્દેશકશ્રી અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી નાઓએ રાજયમાં દારૂ તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃતિને અંકુશમાં લેવાના ઉદેશ્યથી સ્પે પ્રોહીબીશન/જુગારની ડ્રાઈવનું આયોજન કરેલ હોય અને શ્રી સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ વડોદરા તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધીક્ષક, છોટાઉદેપુર નાઓએ ડ્રાઈવ દરમ્યાન જીલ્લામાં ચાલતી જુગાર/પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃત્તિ શોધી કાઢી અસરકારક અને પરિણામલક્ષી કામગીરીનો આગ્રહ રાખવામાં આવેલ હોય શ્રી કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન તથા શ્રી એસ.બી.વસાવા સર્કલ પોલીસ ઈન્સ્પેકટર બોડેલી સર્કલ નાઓએ ઉપરી અધિકારીઓની સૂચનાઓ મુજબની કામગીરી અંગે માર્ગદર્શન આપી મોનીટરીંગ રાખવામાં આવેલ હોય અને શ્રી એમ.એસ.સુતરીઆ પોલીસ સબ ઈન્સ્પેકટર નસવાડી પોલીસ સ્ટેશન નાઓ જુગાર/પ્રોહીબીશનના સફળ કેસો શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હોય અને ડ્રાઈવ દરમ્યાન પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ કરી પ્રોહીબીશન/જુગારના ગણનાપાત્ર કેસો શોધી કાઢવા સારૂ તાબાના પોલીસ માણસોને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય અને આજરોજ અ.હે.કો ખુમાનભાઈ બનસિંગભાઈ બ.નં.૩૯૪ નાઓએ પોલીસ માણસો સાથે બાતમી આધારે નસવાડી પો.સ્ટે. વિસ્તારના સોડત ગામે આવેલ નદી કિનારે પત્તાપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા ચાર જુગારીઓને કુલ કિ.રૂ.૨૫,૭૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં નસવાડી પોલીસને સફળતા મળેલ છે.
-: પકડાયેલ આરોપીઓ –
* જીતેશભાઇ ઉર્ફે જીતુ રમેશભાઈ બિહાની ઉ.વ.૩૦ રહે.નસવાડી સ્ટેશન રોડ ઓડ ફળીયા તા.નસવાડી જી.છોટાઉદેપુર * મનોજભાઈ જયકરણભાઈ પાલ ઉ.વ.૩૨ હાલ રહે.નસવાડી શીવનગર સોસાયટી તા.નસવાડી જી.છોટાઉદેપુર મુળ રહે.ચોસપુર ગોની પુરવા તા.સબાજપુર જી. હરદોઈ (ઉત્તરપ્રદેશ) – શંકરભાઈ ઉર્ફે પસ્તી ભટભાઈ તડવી ઉ.વ.૫૦ રહે.નસવાડી રાયણઘોડા નવીનગરી તા.નસવાડી જી.છોટાઉદેપુર * પ્રકાશભાઈ ભીખાભાઈ ભીલ ઉ.વ.૩૧ રહે.આનંદપુરી વડલી ફળીયા તા.નસવાડી જી.છોટાઉદેપુર
કબ્જે કરવામા આવેલ મુદ્દામાલ
* રોકડા રૂપીયા ૧૩,૨૦૦/-
* મોબાઇલ નંગ ૦૩ કિ.રૂ ૧૨,૫૦૦/-
* પત્તાપાની કેટ નંગ ૦૧ કિ.૩
* મિણીયા પાથરણુ નંગ ૦૧ કિ.રૂ ૦૦/૦૦ કુલ કિંમત રૂપીયા ૨૫,૭૦૦/-
કામગીરી કરનારા પોલીસ અધિકારી/પોલીસ કર્મચારી શ્રી એમ.એસ.સુતરીઆ પોલીસ સબ ઈન્સ્પેક્ટર નસવાડી પોલીસ સ્ટેશન નાઓની સુચના અને માર્ગદર્શન આધારે અ.હે.કો ખુમાનભાઈ બનસિંગભાઈ બ.નં.૩૯૪ તથા અ.હે.કો વિપુલભાઈ ભુપતભાઈ બ.નં.૧૧૧ તથા અ.હે.કો વલકુભાઈ દડુભાઈ બ.નં.૧૦૪
તથા અ.પો.કો અનિલભાઈ લીલાભાઈ બ.નં.૧૬૮ તથા અ.પો.કો.શાહરૂખખાન અયુબખાન બ.નં.૧૬૫ તથા અ.પો.કો અલ્પેશભાઈ પુનાભાઈ બ.નં.૧૬૭ તથા અ.પો.કો જયદિપસિંહ જીલુભા બ.નં.૧૮૯ તથા અ.પો.કો વિષ્ણુભાઈ કરશનભાઈ બ.નં.૧૯૫ વિગેરે પોલીસ સ્ટાફ સાથે રહી આ કામગીરી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here