નસવાડી નગરમાં નરસિંહ ભગવાનની જન્મ જયંતી મહા પ્રસાદી સાથે ઉજવાઈ

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

મહા પ્રસાદી સાથે ભજન કીર્તન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો

નસવાડી નગરમાં રાજા મહારાજા ના જમાનાથી દલિત સમાજ રહેછે અને સરકાર ફળિયા નજીક વણકરવાસ વિસ્તાર આવેલો છે જેમાં ફળિયાના યુવાનો સહીત વડીલોએ ભેગા મળી નરસિંહ ભગવાન ની જન્મ જયંતી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના દરેક વ્યક્તિઓ એ રસ ધરાવી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને નરસિંહ ભગવાનની જન્મ જયંતી વણકરવાસ વિસ્તારમાં આવેલ નરસિંહ ભગવાન ના મંદિરે રાખવામાં આવ્યો હતો જેમાં નસવાડીના માણસો જે બીજે ગામ નોકરી ધંધા માટે બહારગામ રહેછે તે લોકોએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને જેમાં ભક્તો દ્વારા પૂજા અર્ચના કરી હતી ત્યારબાદ મહા પ્રસાદી રાખવામાં આવી હતી અને ભક્તોએ પ્રસાદી લઈ રાત્રે ભજન કીર્તન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને જેમાં આખા વિસ્તારના લોકોએ ભાગ લીધો હતો અને દરેક વ્યક્તિએ હાજરી આપી હતી અને એકબીજાને મળી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો અને લગભગ વર્ષોથી વણકરવાસ વિસ્તારમાં નરસિંહ ભાગવાની જન્મ જયંતી ઉજવવામાં આવેછે નસવાડી માં વણકરવાસ વિસ્તાર માં નરસિંહ ભગવાન નું મંદિર આવેલું છે જેમાં જન્મજયંતી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here