નસવાડી ચાર રસ્તા ખાતે મોરબી ઝુલતા પુલ ઘટનામાં મૃત્યુ પામેલ તમામને એ.બી.વી.પી નાં કાર્યકરોએ ભાવભીની શ્રદ્ધાંજલિ આપી

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

આજરોજ નસવાડી ચાર રસ્તા ખાતે એ.બી.વી.પી નાં કાર્યકરો દ્રારા મોરબી ઝુલતા પુલ ઘટનામા મૃત્યુ પામેલ તમામને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી જેમા લોકોના ઘરો બરબાદ થઈ ગયા અને કેટલાકના તો વંશજો પણ નથી રહયા જેમા આખેઆખા પરિવાર આ દુર્ઘટનામાં સમાઈ ગયા છે જે ઘણા દુઃખ ની વાત છે અને આ બનાવ જે બન્યો છે તે સારી બાબત નથી અને આ ઘટનાને પગલે આખા દેશમા ઘેરા દુઃખ ની લાગણી લોકોએ વ્યકત કરી છે અને ચર્ચામાં સંભાળવા મળેલ કે આવી દુર્ઘટના હવે નાં બને તેની કાળજી રાખવી જોઈએ અને કુટુંબોમા પણ આવી જગ્યાઓ પર જોઇ વિચારીને જવુ જોઈએ અને જેટલી કેપીસિટી હોય તેટલા જ લોકોએ બેસવુ જોઈએ અને પહેલા જાણી લેવુ જોઈએ કે ખરેખર આવી પર્યટન જગાઓની માહીતી મેળવી પછીજ મોજ શોખ કરવું જોઈએ તેવુ ચાર રસ્તા ખાતે શ્રદ્ધાંજલિ દરમિયાન જાણવા મળેલ છે પણ પ્રભુ ને ગમ્યુ તે ખરૂ ને કુદરત કરે એ કોઈ ના કરી શકે આ હોનારત એ કુદરતી હોનારત કેહવાય પરંતું કાળજી રાખવી એ આપણી ફરજ બનેછે આ હોનારતમા મૃત્યુ પામેલ દરેકને શ્રદ્ધાંજલિ આપવામા આવી અને બે મિનીટ નુ મૌન રાખવામાં આવ્યુ હતુ અને આ કાર્યક્રમ મા દીગવિજયસિંહ રાઠોડ નગર અધ્યક્ષ આનંદભાઈ વિજયભાઈ પંડયા નગરમંત્રી તથા સાથી કાર્યકરો અને ચાર રસ્તાના હિંદુ મુસ્લિમ બિરાદરો ભેગા મળી શ્રદ્ધાંજલિ આપવામા આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here