નર્મદા : રાજપીપળા રાજપૂત સમાજ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં 100 જેટલા યુવાનોએ રક્ત દાન કર્યું

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

રાજપીપલા રાજપૂત ફળીયાની વાડીમાં રાજપૂત સમાજ દ્વારા એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકા કારોબારી ચેરમેન અને પૂર્વ પ્રમુખ અલ્કેશસિંહ ગોહિલ અને તેમના પરિવાર દ્વારા આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાજપૂત સમાજના 100 જેટલા યુવાનોએ રક્ત દાન કર્યું હતું.

રાજપીપલાની રેડક્રોસ સોસાયટી દ્વારા રક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું જેમાં રેડક્રોસ સોસાયટીના મુખ્ય વહીવટદાર એન.બી.મહિડા, કરણસિંહ ગોહિલ, ભરતભાઈ વ્યાસ, કુલદીપસિંહ ગોહિલ સહીત રાજપૂત સમાજના આગેવાનો હાજર રહ્યા છે.

રાજપુત સમાજ ના યુવાનો ,મહિલાઓએ ઉત્સાહભેર રકતદાન કર્યુ હતુ. 100 લોહી ના બોટલ એકત્રિત કરાયાં હતાં. આ બાબતે નગર પાલિકાના કારોબારી ચેરમેન અલ્કેશસિંહ ગોહિલે જણાવ્યું હતું કે નર્મદામાં લોહીની માંગ વધુ છે પણ દાન આપવા વાળા ઘણા ઓછા છે જેથી હાલ કોરોના વચ્ચે બહારથી બ્લડ મળે ના મળે જો જિલ્લામાં સંગ્રહિત બ્લડ હોય તો જિલ્લાના લોકોને કામ આવે એવી એક ભાવનાથી આ રક્તદાનનું આયોજન કર્યું છે. પોતાના રકતદાનના આહવાનને રાજપુત સમાજના યુવાનો વડીલોએ સહયોગ આપી સફળ બનાવ્યો એ બદલ આભાર વ્યકત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here