નર્મદા : રાજપીપળા નગર પાલિકામાં વેરો ચુકવતા લોકો જાતેજ ગટરો સાફ કરવા મજબૂર બન્યા…!!

રાજપીપલા,(નર્મદા)
પ્રતિનિધિ :- આશિક પઠાણ

રાતોરાત વેરા વધારવાના ઠરાવ કરનાર રાજપીપળા નનગરપાલિકાનો આતે કેવો અંધેર વહીવટ…!!!!

રાજપીપળા શહેર ભાજપ મહામંત્રીને જાતે ગટરો સાફ કરવી પડી..!!!

આવા ધોમ ધીકતા તડકામાં ચીફ ઓફિસર A C ચેમ્બરમાં બેસે કે પછી ગ્રાઉન્ડ ઝીરોની પરિસ્થિતિનો તાગ મેળવે…!!?

લોકડાઉન અને કોરોના ના કહેર વચ્ચે લોકો ખુબજ કપરી પરિસ્થિતિમાં દિવસો પસાર કરી રહ્યા છે, ધંધા રોજગાર ઠપ છે, સમગ્ર સ્તરે ભય અને ગભરાટ નો માહોલ ફેલાયો છે લોકો ને પોતાની આજીવિકા ની ચિંતા પેઠી છે એવા જ સમયે રાજપીપળા પાલિકાએ વેરા વધારવાનું તુત ઉભું કરતા લોકો રોષે ભરાયા છે. ઘણા વર્ષો પછી રાજપીપળા વાસીઓએ ભાજપ પર વિશ્વાસ મૂકી સ્પષ્ટ બહુમતીથી સત્તા પર બેસાડયા પણ ચૂંટાયેલા ભાજપના સભ્યો પ્રજાના વિશ્વાસમાં બિલકુલ ખરા ઉતર્યા નથી, તો બીજી બાજુ કોંગ્રેસની ભૂમિકા પણ એક વિરોધ પક્ષી ને છાજે એવી રહી નથી , હાલની સ્થિતિમાં પાલિકા ના કામકાજ માટે નગરજનો કોના પર ભરોસો રાખે એ પશ્ર નગરજનો મા ચર્ચાસ્પદ બનેલ છે.

હાલ લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ગટરોમાં અપાર ગંદકી ઠલવાયેલી છે,ઠેરઠેર કચરા ના ઢગ ખડકાયેલા જોવા મળી રહ્યો છે .સાફસફાઈ હાથ ધરાતીજ નથી રાજપીપળા શહેર ભાજપના મહામંત્રીઅને સામાજિક સેવાભાવી રાજેન્દ્રભાઈ પટેલ, ભાજપ કાર્યકર ક્રિષ્નપાલસિંહ રાઠોડ સહિત અન્ય લોકો ને દૂરગંધ મારતી ગટરો જાતેજ પાવડો લઈ ગટરોની સાફ સફાઈ કરવાની ફરજ પડી હતી ,એક તરફે નગરપાલિકા મા જરૂરિયાત કરતાં મહેકમ વધારે છે ,કરકસર કરવા કર્મચારીઓને છુટ્ટા કરવામાં આવી રહયા છે ,જો કર્મચારીઓ જરુરીયાત થી વધારે છે અને નગર ની આ હાલત છે જો સફાઈ કર્મચારીઓને છુટ્ટા કરવામાં આવસે તો શું હાલત થસે ??નગરજનો આ ની અત્યારથીજ નોંધ લે એ નગર ના હિત મા છે, ભલે એ બાબત શાસકો અને વિપક્ષ ના હિત માં ન હોય. કરવાની નોબત આવી હતી. આ ઘટના રાજપીપળા પાલિકાના અણઘડ વહીવટની ચાડી ખાય છે.

રાજપીપળા નગરપાલિકા મા આવેલ નવા ચીફઓફિસર શ્રી જયેશ પટેલ નગરપાલિકા ના પાકા સરવૈયા ને લઇને એ. સી. ચેમ્બર માથી બહાર નીકળી નગરજનો ની હાલત જુએ એ ખુબજ ઇચ્છનીય છે ,એક કંપની ના C E O ની જેમ નફા નુકશાનનુ સરવૈયું ના માંડે , રાજપીપળા છોડી ને જાય તો લોકો તેમને યાદ કરે તેમના દરષટાનત આપે એવી નગરજનો માટે પાયા ની મુળભુત જરુરીયાતો પુરી કરે .
આજે મધર્સ ડે છે એટલે યાદ આવ્યુ કે મોસાળમાં જમણ અને માતા પિરસનારી આવો ધાટ ન થાય,જ વજન સુધી નગરપાલિકા દ્વારા અપાતી જાહેર સેવાઓ પહોચાડી નામના મેળવે,બાકી સરકાર તો બધાં ને જીવન સારી રીતે જીવાય એટલું પગાર તો ચુકવતીજ હોય છે.

રાજપીપળાના અનાજ કારીયાણાના વેપારી ક્રિષ્નપાલ સિંહ રાઠોડના જણાવ્યા મુજબ રાજપીપળા નગર પાલિકા સફાઈમાં નિષ્ફળ છે અને વેરા વધારવાની વાત કરે છે. ગયા અઠવાડિયે પણ અમે જાતે ગટર સાફ કરી હતી અને આજે પણ ફરી વખત ગટર સાફ કરી છે. કોરોના કોરોના કરીને લોકોએ માસ્ક ન પહેર્યું હોઈ તો પાલિકા દંડ લે છે પણ એટલુ જ ધ્યાન સફાઈમાં રાખોને. બપોરે લોક ડાઉન પછી અમારે ગટર સાફ કરવાનું કામ કરવું પડે છે, બીજી બાજુ રાજપીપળા પાલિકાના ચૂંટાયેલા સભ્યો પોતાના ઘરે AC ઊંઘી રહે છે અમારે હવે કોને ફરિયાદ કરવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here