નર્મદા જીલ્લામા છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ દેડીયાપાડા તાલુકામાં-૫૫ મિ.મિ. અને સૌથી ઓછો ગરૂડેશ્વર તાલુકામાં-૦૪ મિ.મિ. વરસાદ નોંધાયો

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

મોસમના કુલ વરસાદમાં દેડીયાપાડા તાલુકો–૧૧૭૦ મિ.મિ. વરસાદ સાથે જિલ્લાકમાં મોખરે

નર્મદા જિલ્લાિમાં આજદિન સુધી સરેરાશ કુલ-૮૪૬ મિ.મિ વરસાદ નોંધાયો

નર્મદા જિલ્લામાં તા.૨૧ મી સપ્ટેમ્બર, ૨૦૨૧ ને મંગળવારના રોજ છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ દેડીયાપાડા તાલુકામાં-૫૫ મિ.મિ. અને સૌથી ઓછો ગરૂડેશ્વર તાલુકામાં-૦૪ મિ.મિ. વરસાદ નોંધાયો છે. જ્યારે તિલકવાડા તાલુકામાં–૩૪ મિ.મિ., નાંદોદ તાલુકામાં-૨૯ મિ.મિ. અને સાગબારા તાલુકામાં-૧૨ મિ.મિ. વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લાુ પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્તં થયાં છે. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ-૮૪૬ મિ.મિ. વરસાદ નોંધાયો છે.

જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૧૧૭૦ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે તિલકવાડા તાલુકો-૯૮૯ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, નાંદોદ તાલુકો-૮૦૨ મિ.મિ સાથે તૃતિય સ્થાને, સાગબારા તાલુકો-૭૦૩ મિ.મિ. સાથે ચોથા સ્થાને અને ગરૂડેશ્વર તાલુકો-૫૬૬ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ તેની ભયજનક સપાટી-૧૩૮.૬૮ મીટરની સામે-૧૨૧.૯૯ મીટર, કરજણ ડેમ તેની ભયજનક સપાટી-૧૧૬.૧૧ મીટરની સામે-૧૧૩.૧૯ મીટર, નાના કાકડીઆંબા ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૭૮ મીટરની સામે-૧૮૪.૭૫ મીટર અને ચોપડવાવ ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૪૧ મીટરની સામે-૧૮૪.૭૦ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેના ગેજ લેવલની ભયજનક સપાટી-૩૧.૦૯ મીટરની સામે ૧૪.૦૭ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here