નર્મદા જીલ્લાની તિલકવાડા પોલિસે અગર ગામ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી સ્કોર્પિયો કાર ઝડપી પાડી

તિલકવાડા,(નર્મદા) આશિક પઠાણ :-

ઝડપાયેલ કાર માથી રૂપિયા 93800 નો દારૂ સહિત 593800 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો

કારના માલિક સહિત વીદેશી દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો ની પોલિસે તપાસ હાથ ધરી આરોપીઓને ઝળપવાના ચક્રો ગતિમાન

નર્મદા જીલ્લા માં તા 19 મી ના રોજ સરપંચો ની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે મતદારો ને લોભાવવા માટે દારૂ નો ઉપયોગ ના થાય એ માટે પોલીસ સક્રિય બની છે. વડોદરા રેન્જ આઇજી. એમ. એસ. ભરાડા સહિત નર્મદા જીલ્લા પોલીસ વડા હિમકરસિંહ ની સુચના અને નાયબ પોલીસ વડા કેવડીયા ના વાણી દુધ્ધાત ના માર્ગદર્શન મુજબ તિલકવાડા પોલીસ મથક ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ. બી. વસાવા a પોતાનાં સ્ટાફ ના જવાનો સૈલેશ કુમાર મનસુખ, જીતેન્દ્ર જવાહર, પ્રકાશ રામાં ભાઇ, જયેશ કાનજીભાઈ , મનોજ ધનજીભાઈ, શિલ્પાબેન સુરજગીરી સહિત ના સ્ટાફે તિલકવાડા તાલુકાના અગર ગામ પાસે નાકાબંધી કરી હતી,જે દરમ્યાન એક સફેદ કલર ની સ્કોર્પિયો કાર નંબર G J 07 B B 8469 માંથી વીદેશી દારૂ ના પ્લાસ્ટિક નાં હોલ બિયર ના ટીન, કાંચ્ સહિત પ્લાસ્ટિક નાં કવતરિય મળી કુલ રૂપિયા 93800 નો વિદેશી દારૂ સહિત રૂપિયા 5 લાખ ની કિંમત ની કાર મળી કુલ રૂપિયા 593800 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલિસે આ મામલે કાર નો કબજૉ કરી ફરાર થયેલા કાર ચાલક સહિત કાર નો માલિક કોણ? વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો ? કોણે મંગાવ્યો જેની તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here