નર્મદા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ દરમ્યાન 4 ઇંચથી પણ વધુ વરસાદ…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

સાગબારા તાલુકામા અઢી ઇચ દેડિયાપાડા તાલુકામાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો

નર્મદા જિલ્લા જીલ્લાના તિલકવાડા તાલુકાને બાદ કરતાં રાજપીપળામાં પણ વરસાદ

નર્મદા જિલ્લામા છેલ્લા ત્રણ ચાર દિવસથી ચોમાસાના આગમન જેવું જ વાતાવરણ જોવા મળી રહ્યો છે, જીલ્લાના વિવિધ વિસ્તારોમાં આજ સુધી ચાર ઇચથી પણ વધુ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે. જીલ્લામા છેલ્લા ત્રણ દિવસ દરમ્યાન કુલ 107 મી.મી. જેટલો વરસાદ વરસ્યો છે.

સાગબારા તાલુકામા સોથી વધુ 62 મી.મી. વરસાદ ખાબક્યો હતો, દેડિયાપાડા તાલુકામા 37 મી.મી જ્યારે રાજપીપળા નગર સહિત નાંદોદ તાલુકામા 5 મી.મી. જેટલો વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળ્યું છે, જીલ્લામા ગરુડેશ્વર તાલુકામા 3 મી.મી. વરસાદ થયો છે, એકમાત્ર તિલકવાડા તાલુકામા વરસાદ પડયો ન હોવાનું જાણવા મળ્યું છે.

આ સાથે નર્મદા ડેમની જળસપાટીમા સતત વધારો નોંધાયો હતો જેથી ગતરોજ 124 મીટર પર નર્મદા ડેમની જળસપાટી હતી જેમાં આજે ફરી વધારો જળસપાટી 124.02 મીટર ઉપર પહોંચી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here