નર્મદા જિલ્લાના મિની દમણ કહેવાતા બારફળીયા ખાતેથી દેશી દારૂની ચાર ચાર ફેકટરીઓ ઝડપાઈ

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

વહેલી સવારે જ ડ્રોન કેમેરા સર્વેલન્સ દ્વારા નર્મદા LCB પોલીસે રેડ પાડતા મોટા પ્રમાણમા ધમધમતો દેશી દારૂની ભઠ્ઠીઓનો કિસ્સો પ્રકાશમા આવ્યો

ચાર આરોપીઓ સામે કાયદેસરનો ગુનો નોંધી રૂ. 5260 નો મુદ્દામાલ જપ્ત

કરજણ ડેમના ઉપરવાસના વિસ્તારમાં વહેતા ઝરણાંઓમા દારૂની ધમધમતી ભઠ્ઠીઓ

દેશી દારૂના વેપલા માટે નર્મદા જિલ્લાના મીની દમણ તરીકે ઓળખાતા કરજણ ડેમના પાસે આવેલા બારફળીયા (જીતનગર) મા ઠેરઠેર દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ ધમધમતી હોયને આ બાબતની જાણ નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિહને થતાં પોલીસને સતર્ક કરાઇ હતી. નર્મદા LCB પોલીસને આ બાબતે સુચના આપી બુટલેગરો પર લગામ કસવા જણાંવાતા આજરોજ વહેલી સવારથીજ કરજણ ડેમ તરફે બારફળીયા તરફ ડ્રોન કેમેરાસર્વેલન્સ દ્વારા પોલીસ સબઇન્સ્પેક્ટર સી.એમ. ગામીત તેમજ તેમના સ્ટાફે એક સાથે ચાર ચાર દારૂ ની ભઠ્ઠી ઝડપી પાડતા બુટલેગરો મા ભારે ફફડાટ સાથે ભય ફેલાયો છે.

નર્મદા LCB પોલીસે કરજણ ડેમ પાસે કોતર વાળા વિસ્તારમાં પાણીના ઝરણાંઓ પાસે ધમધમતી દારૂની ભઠ્ઠીઓ નો આજે સફાયો બોલાવી દીધો હતો.સવારથીજ ડ્રોન કેમેરા સર્વેલન્સ દ્વારા દારૂની ભઠ્ઠીઓનો તાગ મેળવીને રેડ કરી ચાર ભઠ્ઠીઓનો નાશ કર્યો હતો.જેમાં 23 લિટર દેશી દારૂ,2100 લિટર ઠંડો વોશ, 300 લિટર ગરમ વોશ મળી કુલ રુપિયા 5260 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો .

દેશી દારૂની ભઠ્ઠીઓનો વેપલો કરતા (1) ગોપાલ માધુ વસાવા (2) વિનોદ સોમા વસાવા (3) નશવંત ગોરધન વસાવા (4) શરાદ પુનિયા વસાવા તમામ રહેવાસી બારફળીયા (જીતનગર) નાઓની સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ વિભાગ દ્વારા ઉપરા છાપરી ડ્રોન કેમેરા સર્વેલન્સની મદદથી દરોડા પાડવામાં આવેલ છે જેથી દેશી દારૂના વેપલા સાથે સંકળાયેલા બુટલેગરો મા ફફડાટ ફેલાયો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here