ધો 10 બોર્ડની પરિક્ષાનુ રાજ્યમા 64.62 ટકા પરિણામ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

કેન્દ્ર સરકાર ના બંને એસ્પિરેસનલ જીલ્લાઓ શિક્ષણ મા કંગાળ

દાહોદ નું રાજ્ય મા સહુથી ઓછું 40.75 ટકા અને નર્મદા જીલ્લા 55.49 ટકા જેટલું કંગાળ પરિણામ

આદીવાસી વિસ્તારો માં શિક્ષણ ના સ્તર ને ઉંચા લાવવાના સરકાર ના દાવાઓ પોકળ સાબિત થયા !!!!!

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધો 10 ની બોર્ડ ની પરિક્ષા ઓનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યા સમગ્ર રાજ્ય મા 64.62 ટકા જેટલું પરિણામ જાહેર થયું છે, રાજ્ય ભર માથી 741411 વિધાર્થીઓ પરિક્ષા માટે નોંધાયા હતા જે પૈકી 734898 વિધાર્થીઓ એ પરિક્ષા આપી હતી જેમાથી 474893 નાઓ સર્ટિફિકેટ મેળવવા ને લાયક એટલેકે ઉત્તિર્ણ થયા છે.

રાજ્ય મા સહુથી વધુ પરિણામ સુરત જિલ્લાનું 76.45 ટકા જેટલું ઊંચું આવ્યુ છે જ્યારે સહુથી ઓછું દાહોદ જિલ્લા નુ માત્ર 40.75 ટકા જેટલું આવ્યુ છે જે ગતવર્ષ 2022 માં આવેલ 58.48 ટકા થી લગભગ 18 ટકા જેટલું નીચું રહ્યુ છે,જ્યારે નર્મદા જીલ્લા નું 0અરીનમ 55.49 ટકા જેટલું આવ્યુ છે.જે ગતવર્ષ કરતા 7 ટકા જેટલું ઓછું છે ગતવર્ષ નર્મદા જીલ્લા નું પરિણામ 62.41 ટકા આવ્યુ હતું.

આદીવાસી વસ્તી ધરાવતા દાહોદ અને નર્મદા જીલ્લા નો કેન્દ્ર સરકારે એસ્પિરેસનલ જીલ્લા ઓમા સમાવેશ કર્યો છે,આ બંને આદીવાસી બહુમતી અને વસ્તી ધરાવતા જીલ્લાઓ મા કેન્દ્ર સરકાર કરોડો રૂપિયા ની ગ્રાન્ટ ફાળવી તમામ ક્ષેત્રે વિકાસ અને પાયા ની મુળભુત સુવિધાઓ, શિક્ષણ વિગેરે પર પુરતું ધ્યાન આપવામાં પ્રોજેક્ટ અમલી બનાવે છે પરંતુ શિક્ષણ મા દાહોદ અને નર્મદા જીલ્લા ખુબજ પછાત ગણાતા આવ્યા છે. જે બાબતે રાજ્ય સરકાર કોઈ ખાસ એક્શન પ્લાન ધડે અને આ આદીવાસી વિસ્તારો માં શિક્ષણ ના સ્તર ને ઉંચા લાવે તેની તાંતી જરૂરિયાત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here