ધોરાજી : હિરાપન્ના કોમ્પ્લેક્ષની બાજુમાં હોસ્પીટલના નામે ખડકાતો મોતનો માલેચો…

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

ભવિષ્યમાં કોઈપણ દુઘટના ઘટશે તો જવાબદાર કોણ ?

ધોરાજી ના નગરપાલીકા વિસ્તાર માં પોસ્ટ ઓફીસ ચોક પાસે , હિરાપન્ના કોમ્પ્લેક્ષની બાજુમાં ખાનગી ડોકટરો ની હોસ્પીટલ ના બાંધકામો ચાલી રહયા હોવાની અમોને જાણછે આ બાંધકામા ગ્રાઉન્ડ ફલોર સહીત આશરે કુલ ચાર માળ સુધીના બાંધકામ નો માલેચો ખડકવા માં આવી રહયો છે . જયારે આ બાંધકામની મંજુર રજાચીઠ્ઠી તથા સ્થળ પરનું જે બાંધકામ ચાલી રહયુ છે તેમાં ખુબ જ મોટો તફાવત છે આ અંગેની જાણ અમારા દ્વારા તથા અન્ય જાગૃત નાગરીકો દ્વારા અરજી તથા માહીતી અધિકારના કાયદા હેઠળ નગરપાલીકા ને જાણ કરતા તથા માહીતી માંગતા કોઇપણ પ્રકારના સંતોષ કારક જવાબો મળેલ નથી તથા આ બાંધકામની સ્થળ ખરાઈ કરી રજાચીઠ્ઠી મુજબ મંજુર તથા સ્થળ પર ચાલી રહેલ બાંધકામ અંગે કોઈપણ પ્રકાર નો રીપોર્ટ કરવામાં ન આવ્યો હોવાનું અમારી જાણમાં છે આ સાથે મંજુર બાંધકામ માં જે મુજબ લીફટ તથા સીડી જે પ્રમાણે મુકવામાં આવી છે તેના કરતા સ્થળપર ના બાંધકામા ખુબ જ મોટો તફાવત છે જેને લઈ ભવિષ્ય માં કોઈ દુર્ધટના નો ઘટે અને લોકોના જીવ જોખમ માં મુકાય તો કોની જવાબદારી બનશે તે પણ મોટો પશ્ન છે જેથી અમને લોકોના જીવન પર ભવિષ્યમાં ખતરો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આવા ચાલી રહેલા મસ મોટા ગેરકાયદે સર બાંધકામને કયાંક ને કયાંક કોઈક રાજકીય અગ્રણી અથવા નગરપાલીકાના અધિકારીઓ દ્વારા છાવરવામાં આવતા હોય જેને લઈ આ બાંધકામ અંગે જાણીજોઈને આંખઆડા કાન કરવામાં આવી રહયા છે તે ચોકકસ છે પરંતુ જો સત્વરે આ પ્રશ્નનો નિકાલ નહી આવે તો આ મુદ્દાની ઉપલી કક્ષાએ રજુઆત કરી અંતે માનનીય ગુજરાત હાઈકોર્ટ સુધી જવાની પણ અમારી પુરતી તૈયારી છે . અમારા દ્વારા કરાયેલી રજુઆત જો ખોટી હોય તો બાંધકામ કરનારાઓ તથા નગરપાલીકા દ્વારા મંજુર પ્લાનની નકલ ચાલી રહેલ બાંધકામની સાઈટ ઉપર ડીસ્પ્લેમાં મુકવામાં આવે જેથી દુધનું દુધ અને પાણીનું પાણી થઈ જાય
સત્ય ઉજાગર થાય સત્ય નો સહીયારા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here