ધોરાજી પ્રાંત અધિકારીશ્રી જે.એન.લીખીયાના અધ્યક્ષસ્થાને એસ.સી.-એસ.ટી.ના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ સંદર્ભે બેઠક યોજાઈ

ધોરાજી, (રાજકોટ) રાજુભાઇ બગડા :-

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં પ્રાંત અધિકારીશ્રી જે.એન. લીખીયાના અધ્યક્ષસ્થાને અનુસુચિત જાતિ (એસ.સી.) અને અનુસુચિત જનજાતિ (એસ.ટી.)ના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ સંદર્ભે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગમાં પ્રાંત અધિકારીશ્રી જે.એન. લીખીયા એ પ્રિ-મેટ્રીક તથા પોસ્ટમેટ્રીક સ્કોલરશીપના એસ.સી./એસ.ટી. વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટને આધાર કાર્ડ સાથે લીંક કરવા બાબતે ચર્ચા-વિચારણા કરી જરૂરી સૂચનો આપ્યા હતા. તેમજ ધોરાજી તાલુકાના અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના તમામ ૩૮૩ વિદ્યાર્થીઓનો સંપર્ક કરી આ કામગીરી સત્વરે કરવા તાકીદ કરી હતી. આ બેઠકમાં બ્લોક રિસોર્સ કો-ઓર્ડીનેટરશ્રી ભાવિનભાઈ ધામેચા, નાયબ મામલતદારશ્રી તેજસભાઈ પંચાસરા અને ધવલ પરમાર સહીત વિવિધ બેંકના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here