ધોરાજી તાલુકામાં ગ્રામજનોને રૂબરૂમાં ઈ-શ્રમ યોજનાથી માહિતગાર કરાયા

ધોરાજી, (રાજકોટ) રાજુભાઇ બગડા :-

વાજબી ભાવની દુકાન તથા પંચાયત VCEને જરૂરી મદદ પુરી પાડવા અનુરોધ કરતા મામલતદારશ્રી

જિલ્લા કલેક્ટરશ્રી અરુણ મહેશ બાબુના માર્ગદર્શન જી તાલુકાના મામલતદારશ્રી જાડેજાએ ભાડેર, મોટીમારડ, પીપળીયા, નાની મારડ તથા ભાદાજાળીયા ગામની મુલાકાત લઈને ગ્રામજનોને રૂબરૂમાં ઈ-શ્રમ યોજનાની માહિતી આપી હતી તથા ૧૮ થી ૬૦ વર્ષના લોકોના પરિવારજનોને પણ ઈ-શ્રમ કાર્ડ કાઢવા માટે અનુરોધ કર્યો હતો. ગ્રામજનો ઈ-શ્રમ યોજનાની માહિતી જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચાડે અને સરકારશ્રીના સંકલ્પને સાકાર કરવામાં જનભાગીદારી નોંધાવે તે બાબતે નાગરિકોને જાણકારી અપાઇ હતી.
મામલતદારશ્રીએ વાજબી ભાવની દુકાન તથા પંચાયત VCEની રૂબરૂ મુલાકાત લઈને ઈ-શ્રમકાર્ડ માટે આવનાર લોકોને વેબપોર્ટલ પર જરુરી ડેટા અપલોડ કરવા માટે મદદ પુરી પાડવા જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here