ધૈયરાજસિંહની સારવાર અર્થે ડેરોલસ્ટેશનનાં જય માતાજી ગ્રુપના વડીલો અને બાળકો દ્વારા રૂા.૧૬,૦૦૦ નું ફંડ એકત્ર કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન

મહીસાગર જિલ્લાનાં કાનેસર ગામના વતનીનો પુત્ર ધૈર્યરાજસિંહ એ રાઠોડ પરીવારમાં જન્મ લીધો છે.આ ધૈયરાજસિંહ નામના બાળકને બાળપણથી જ શરીરના કરોડની નશો સુકાતાં તેની સારવારના ખર્ચ માટે રૂા.૧૬ કરોડ ની સહાય બાળકનું જીવન સુધારી શકે છે. જેનાં કારણે દેશભરમાંથી બાળકના સહયોગ માટે ગામેગામ તેમજ શહેરના માર્ગો પર ફંડ એકત્ર કરવા માટે જુવાળ ઉભો થયો છે. લોકો ઉત્સાહિત થઈ બાળકને યથાશક્તિ યોગદાન આપી રહ્યા છે.જેના ભાગરૂપે ડેરોલસ્ટેશનનાં ભુલકાઓએ વડીલોનાં માગૅદશૅન દ્વારા પીપળા ચોક વિસ્તારમાંથી રૂા.૧૬,૦૦૦/- જેટલી મુડી એકત્ર કરી છે. જે એક બાળક માટે બાળકોનો અનોખો પ્રેમ દશૉવી માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.અને પ્રભુ ‌કૃપાથી ધૈયૅરાજસિંહનાં પરિવારમાં વહેલામાં વહેલી તકે આનંદ ઉત્સાહ જોવા મળે તેવું બધા ઈચ્છી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here