ધી ઇકબાલ યુનિયન હાઇસ્કુલ ગોધરામાં સ્પોર્ટ્સ ડે ઉજવાયો…

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

ગુજરાત સરકાર દ્વારા તારીખ 8 ,9 ઓગસ્ટ એમ બે દિવસ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.. તે અંતર્ગત ગોધરા શહેરની નામાંકીત શાળા ધી ઇકબાલ યુનિયન હાઈસ્કૂલમાં પણ શાળાના ઉત્સાહી આચાર્યશ્રી સાદિક શેખ સાહેબના નેતૃત્વમાં …ખોખો,કબડ્ડી,હેન્ડબોલ,રસ્સા ખેંચ,લીંબુ ચમચી જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું……વિજેતા બનનાર ખેલાડીઓને ગોધરા શહેરના મશહૂર ડોકટર શ્રી.સુજાત વલી સાહેબના હસ્તે ઇનામો આપવામાં આવ્યા હતા……..ડોકટર સુજાત વલી સાહેબે વિદ્યાર્થીઓને જીવનમાં ખેલો નું શું મહત્વ છે? તેમજ ખેલ ભાવના વિશે માહિતી આપી હતી….શાળાના ઉત્સાહી,કર્મવીર આચાર્ય શ્રી એ પોતાના સંબોધનમાં કહ્યું કે … તંદુરસ્ત જીવનશૈલી માટે રમતો ખૂબ જરૂરી છે ….બુદ્ધિના વિકાસ માટે સારા શિક્ષણની જરૂર પડે તેમ શરીરના વિકાસ માટે રમતો જરૂરી છે …રમતો રમવાની તણાવો દૂર થાય છે તેમ જણાવ્યું હતું…શાળાના સિનિયર શિક્ષકો આર આર પટેલ સાહેબ ,આબીદ ચાંદા સાહેબે પણ ખેલ ભાવના વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી…….અંતમાં આચાર્ય શ્રી સાદીક શેખ સાહેબે …સ્પોર્ટ્સ ડે ને સફળ બનાવનાર શાળાના વ્યાયામ શિક્ષક શ્રી શોએબ યાયમનન સાહેબ ,ખાલિદ દાવ સાહેબ, મતિઉદ્દીનન સૈયદ, સાહેબ ,ઇકબાલ સિંધી સાહેબ,અસ્લમ બોકડા સાહેબ,કાસિમ દોલતી સાહેબ,બશીર હાથીભાઈ સાહેબ સાહેબ,નિસાર પાયા સાહેબ ,અલ્તાફ સુજેલા સાહેબ, ફારૂક ઉંમરની સાહેબ ,અનીસ સાહેબ, શેહબાઝ સાહેબ સાદેકા બહેન તેમજ સમગ્ર સ્ટાફગણ નો આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here