તારાપુર માતર રોડ એટલે કમર નો દુખાવો, અકસ્માત નો ભય

(

તારાપુર થી માતર ના રસ્તા પર છેલ્લા કેટલાય સમય થી એટલે ચોમાસા દરમિયાન પડેલા ખાડા હવે ખુબજ ગંભીર પરિસ્થિતિ ઊભી કરેલ છે. કેટલાય સમય થી આ રોડ માટે ઘણી વખત ફરિયાદો થવા પામેલ છે. દર વખતે ચોમાસા ની શરૂઆત થતાં જ મોટા મોટા ખાડા પડતા આવેલ છે. જે આખા ચોમાસા દરમિયાન રિપેર કરવામાં આવતા નથી. પણ ચોમાસા પછી આ 27 કિમી નો રસ્તો ટુકડે ટુકડે રિપેર નું કામ હાથ માં લેવામાં આવે છે, જે બીજા ચોમાસા આવતા સુધી ચાલે છે, અને માંડ માંડ રિપેર થાય ત્યાં ફરીથી ચોમાસા ની શરૂઆત થઈ જાય છે. આવી ગોકળગાય ની ગતિ થી વર્ષો થી કામ થતું આવ્યું છે.

આ રસ્તા માં આવતા કેટલાય ગામો ના લોકો દ્વારા કેટલીયે વાર રજૂઆત થવા છતાં કોઈ નક્કર પગલાં ભરવા માં આવ્યા નથી.

હવે આમાં આડેધડ નવી નીતિ અપનાવવા માં આવી છે. જે ખુબજ ગંભીર પરિસ્થિતિ સર્જી શકે છે.

હમણાં છેલ્લા કેટલાય સમય થી આ રસ્તા નું જે રીપેરીંગ કામ કરવામાં આવેલ છે તે એકદમ હલકા પ્રકાર નું અને ગુણવત્તા વગર નું કરવામાં આવેલ છે. જે ખાડા ભરવામાં આવે છે ત્યાં ઊંચા ટેકરા જેવા ડામર થી ભરી દેવામાં આવે છે. જે આવતા જતા દ્વી ચક્રી વાહનો માટે ખુબજ ભયાનક રીતે અકસ્માત સર્જી શકે છે, તે સિવાય ઘરડા વ્યક્તિ તો મોટરસાયકલ કે દ્વિચક્રી વાહન પર જો આ રસ્તે એકવાર નીકળી જાય તો કમર ના દુખાવા ના દર્દી બની જાય છે.

કાર અને ટ્રક ની પણ એટલી જ અવરજવર થાય છે. જે 26 કિમી નો રસ્તો 30/35 મિનિટ માં પૂરો થઈ જવો જોઈએ તે પૂરો કરતા લગભગ 1 કલાક લાગી જાય છે.

તે સિવાય લીંબાસી પાસે આવેલ એક કોમ્પલેક્ષ સામે નો રસ્તો પહેલા થી જ સાંકડો હોવા છતાં ત્યાં ભયજનક સાબિત થાય તેવો આર સી સી ની મોટો ડીવાઈડર બનાવી દેવામાં આવેલ છે. જે તારાપુર થી લીંબાસી તરફ આવતા રાત ના સમય માં જો ગાડીઓ કે મોટરસાયકલ ની લાઈટ ઓછી હોય તો એક ભયજનક વણાંક પછી દેખાય નહિ તેથી આ જગ્યા પર અકસ્માતની શક્યતા ખુબજ વધુ છે. જે પહેલી વખત આ રસ્તે આવતા હોય તેમના માટે તો ખુબજ ગંભીર પરિસ્થિતિ સર્જી શકે છે.

માતર થી તારાપુર નો રસ્તો હવે ટ્રાફિક વધવાને કારણે અને આ મુખ્ય રસ્તા પર બનતા કોમ્પલેક્ષ સોસાયટી જેવા બાંધકામો ને કારણે ખુબજ વ્યસ્ત થઈ રોડ માં પરિવર્તિત થઈ ગયેલ છે.
જે બાબતે ધ્યાન આપી તાત્કાલિક ધોરણે સંપૂર્ણ રસ્તા નું કામ નવેસર થી કરવામાં આવે તેવી ફરિયાદો રસ્તા માં આવતા દરેક ગામો માં થી ઉભી થયેલ છે. જેથી ગંભીર અકસ્માતો થી નાગરિકો ને બચાવી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here