ડભોઈ નવપદ વિદ્યાલય ખાતે શિક્ષક દિનની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી….

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

શિક્ષક દિન વિશ્વમાં શિક્ષકોના માનમાં ઉજવવામાં આવતો દિવસ છે, જે ૫ ઓક્ટોબરના રોજ વિશ્વ શિક્ષક દિન તરીકે મનાવાય છે. ભારતમાં શિક્ષક દિન દર વર્ષની ૫ સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. આ દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન‎નો જન્મદિવસ છે, જેથી તેમની યાદમાં ભારતમાં શિક્ષક દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. તેના ભાગરૂપે આજરોજ નવપદ વિદ્યાલય ડભોઈ ખાતે ધોરણ ચાર થી આઠ ના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના 150 જેટલા વિદ્યાર્થીઓએ શિક્ષક દિનમાં ભાગ ભજવી ઉત્સાહભેર શિક્ષક દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

શિક્ષક એ સમાજમાં આદર્શ નાગરીકોનું નિર્માણ કરનાર ઘડવૈયાઓ છે.નવપદ સ્કુલ ડભોઇ ખાતે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ ના હર્ષિલ જોશી અને સિંઘમ સાહેબ ના માર્ગદર્શન હેઠળ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ ની જન્મજયંતિ નિમિત્તે શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી હતિ ,જેમાં વિધાર્થી મિત્રો દ્વારા ખુબ સુંદર રીતે શિક્ષણ કાર્ય કરવામાં આવ્યું હતું અને ઘણા વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો હતો.
શિક્ષક દિન નો મુખ્ય હેતુ ..બાળક પણ સ્વ અનુભવ શિક્ષક ના કાર્ય મેળવી .સમજે અને શીખે..આ સાથે શાળાના આચાર્યોએ તમામ શિક્ષક ગણ અને વાલી અને વિધાર્થીમિત્રો ને શિક્ષક દિન ની હાર્દિક શુભકામના પાઠવી અને આભાર વ્યક્ત કર્યો હતો .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here