જામનગર વોર્ડ નંબર 12 માં કાલાવડ ગેઈટ બહાર આવેલ પુલ રીનોવેટ કરાવવા તથા ત્યાં આવેલ સોસાયટીઓમાં ગંદકી – કચરાના ત્રાસને દુર AIMIM રજુઆત

જામનગર,પ્રવાસી પ્રતિનિધિ :-

જામનગર મહાનગર પાલિકા ના વોર્ડ નં 12 માં કાલાવડ ગેઇટ બહાર રંગમતી નાગમતી નદી ઉપર આવેલ પુલ કે જે કાલાવડ ગેઇટ બહાર આવેલ નોન ટ્રેડિંગ સોસાયટીઓ તથા નગરસીમ વિસ્તારમાં આવેલ સોસાયટીઓ માં રહેતા લોકો ની અવર જવર માટે મુખ્ય રસ્તો તથા પુલ આવેલ છે. જે પુલ હાલ બિસ્માર હાલત માં છે. પુલ ઉપર બંન્ને સાઈડ આવેલ ફૂટપાથ તૂટી ગયેલ છે, રાહ રસ્તા ઉપર ખાડા પડી ગયા છે. તેમજ રાત્રીના સમયે પુલ ઉપર લાઈટો બંધ પડતર હાલત માં હોઇ જેથી અંધારું જોવા મળે છે. પુલ ની બંને બાજુ આવેલ રેલિંગ – લોખંડના પાઇપો ટૂંકા અને બિસ્માર હાલત માં છે. જેના કારણ સર લોકો નું જીવ જોખમાય જાય તેવી હાલ પરિસ્થિતિ છે.પુલ નીચે આવેલ નદીમાં કચરા ના ઢગલા જોવા મળે છે, જેના કારણ સર સતત દુર્ગંધ – વાસ આસ પાસ પ્રસરે છે. જેના કારણે લોકોનું સ્વાસ્થય જોખમાય તેમ છે.
આ પુલ પુરો થતા આવેલ નોન ટ્રેડિંગ સોસાયટીઓમાં તેમજ નગરસીમ સોસાયટીઓ માં નિયમિત યોગ્ય રીતે કચરો ઉપાડવા અને નિકાલ કરવાની વ્યવસ્થા નથી. કોર્પોરેશન ના નીતિ નિયમ મુજબ સફાઈ કરાવવામાં આવતી નથી. જેના કારણે ત્યાં આવેલ સોસાયટીઓ માં મચ્છરો નું ઉપદ્રવ વધી ગયેલ છે જેથી તાત્કાલિ આ વિસ્તારો માં બધે દવાનું છાંટકાવ કરાવવા તથા દવાનું સતત ફ્રોગિંગ કરાવવા ઓલ ઇન્ડિયા મજલીસ એ ઇતેહાદુલ મુસ્લિમીન રાજકીય પાર્ટી ના જામનગર દક્ષિણ શહેર સમિતિ ના ઉપપ્રમુખ આશીફભાઈ ખીલજી ની અધ્યક્ષતા માં જામનગર મ્યુનિસિપલ કમિશ્નરશ્રી થ્રુ મુખ્યમંત્રીશ્રી ને ઉચ્ચકક્ષા એ આવેદન આપી રજુઆત કરવામાં આવેલ. આવેદન આપતી વખતે જામનગર જીલ્લા AIMIM પ્રમુખ વકીલ ઇમ્તિયાઝહુસૈન ડી. કોરેજા, જામનગર શહેર 79 દક્ષિણ શહેર સમિતિ પ્રમુખ વકીલ ઉમર લાકડાવાલા,ઉપપ્રમુખશ્રી આશીફભાઈ ખીલજી, સોશ્યલ મીડિયા યુવા પ્રમુખ સદામ ખીરા, AIMIM વોર્ડ નં.10 ના પ્રમુખ ઇમરાનભાઈ મીનાણી, કાર્યશીલ સભ્ય યુસુફભાઇ પરીયાણી વિગેરે હાજર રહેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here