જામનગરમાં વિકાસ માત્ર લાઈનમાં ઊભા રહેવાનો ? હકીકતે અંતિમ પથ એવા સ્મશાનની સુવિધાનો પણ અભાવ !!!

જામનગર,
આરીફ દીવાન(મોરબી)

હાલમાં વિકાસલક્ષી સરકાર ગુજરાતમાં કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની હોય છતાં વિકાસ વિકાસ કરી સત્તા પ્રાપ્ત કરનાર નેતાઓએ આજની તારીખે પ્રજાની લાઈનમાં ઉભા રાખી વિકાસ કે નો? અને કેવો ? એતો જામનગર ની મતદાર પ્રજાને હવે સમગ્ર સમસ્યાઓ થી મહેસૂસ કરી રહ્યા છે. ત્યારે જામનગર શહેરની 7 લાખની વસ્તી સામે માત્ર બે સ્મશાનો કાર્યરત છે, અને તેમાય હાલની કોરોના મહામારીને કારણે સ્મશાનો પર ભારણ વધતા રોજ સવાર પડે ને મૃતદેહોની લાઈન અંતિમસંસ્કાર માટે લાગે છે, આવા સંજોગોમાં શહેરમાં બે થી વધુ સ્મશાન અને અલગ અલગ વિસ્તારવાઈઝ હોવા જરૂરી છે, જો કે જાણવા મળતી વિગતો મુજબ ત્રીજું સ્મશાન લાલપુર બાયપાસ નજીક મંજુર થઇ ચુક્યા છતાં શરુ ના થતું હોય જામનગર મનપાના વિપક્ષ સભ્ય જામનગરમાં ત્રીજા સ્મશાનની માંગણી સામે આંદોલન ચલાવી રહ્યા છે, અને આજે કોંગ્રેસના કોર્પોરેટર દેવશી આહિરે વધુ એક આંદોલનનો પ્રારંભ કર્યો છે, તેઓ આજથી સાત દિવસ નગર યાત્રાએ નીકળ્યા છે,પોતાની આ યાત્રા દરમિયાન દેવશી આહીર લોકોને પત્રિકાઓ આપી અને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે,આજે સવારે લાલબંગલા સર્કલ ખાતેથી તેમણે નગરયાત્રાની શરૃઆત કરી હતી. ભાજપના રાજમાં મૃત્યુ બાદ પણ જનતા લાઈનમાં લખેલ બેનર તેમણે ગળામાં ધારણ કર્યું હતું. જે જામનગર ના જાહેર રસ્તાઓ પર વિકાસલક્ષી સરકાર સામે સમસાન ની માંગણીઓ માટે તંત્રને ખરા અર્થમાં વિકાસ કરવા અર્થે કેવા વિકાસ છે જામનગરમાં એ દેખાડે છે તસવીર માં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here