છોટાઉદેપુર નગરમાં આવેલી દરજી સમાજની વાડીની છત ઉપર ટીટોડીએ ચાર ઈંડા મુક્યા વરસાદ મોડો થવાની સંભાવના

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર નગરમાં આવેલી દરજી સમાજની વાડીની છત ઉપર ટીટોડીએ ચાર ઈંડા મૂક્યા છે. ટીટોડીના ઈંડા મુકવાની ઘટના સાથે ઘણી વરસાદને લગતી માન્યતાઓ જોડાયેલી છે. જેમ કે વધુ ઊંચાઈ ઉપર ચાર ઈંડા મૂકે તો વરસાદ ચાર સુધી થાય અને વધુ થાય, ખેતરમાં મૂકે વરસાદ ઓછો પડે અને ખેતી ઓછી થાય તથા નીચાણવાળા વિસ્તારમાં તથા જમીન ઉપર ઈંડા મૂકે તો વરસાદ નહિવત પડે વગેરે જેવી માન્યતાઓ હોય છે. જ્યારે ટીટોડી સુમસામ વિસ્તારમાં ઈંડા મૂકે છે. પરંતુ ચાલુ વર્ષે ટીટોડીએ નગરની માધ્યમાં આવેલ દરજી સમાજની વાડીની છત ઉપર ઈંડા મુક્તા અચરજ છવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે ટીટોડી ઈંડા મુકવાની ઘટના મુજબ આ વર્ષે 15 દિવસ પછી મુક્યાં છે. જેને કારણે વરસાદ મોડો પડે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. હાલ ભારે કાળઝાળ ગરમીથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે ત્યારે હજુ વરસાદ મોડો આવે તેવી સંભાવનાને કારણે વધુ ગરમી પડશે તેવા સંકેતો જોવા મળી રહ્યા છે.

ફોટો-છોટાઉદેપુર નગરમાં આવેલી દરજી સમાજની વાડીની છત ઉપર ટીટોડીએ ચાર ઈંડા મુક્યા વરસાદ મોડો થવાની સંભાવના.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here