છોટાઉદેપુર જિલ્લાના ધનિવાડા ગામે સગા ભાએ કુહાડીના ઘા ઝીંકી ભાઇને મોતને ઘાટ ઉતાર્યો

છોટાઉદેપુર, આશિક પઠાણ (રાજપીપળા) :-

દીકરી માટે ઘર જમાઈ લાવવાની ના પાડી હોય અદાવત રાખી પોતાના પિતા ની કાકા એ હત્યા કરી હોવાની પુત્ર ની કેફિયત

છોટાઉદેપુર જિલ્લા ના કવાંટ તાલુકાના ધનીવાડા ગામે સગા ભાઈ એ રાત્રિ ના સમયે ખાટલા માં ઉંઘતા પોતાના સગા ભાઈ ને કુહાડી ના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારતાં સમગ્ર પંથક માં ભારે ચકચાર મચી જવા પામી છે.

પોલિસ સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ક્વાંટ પોલીસ મથક હેઠળ આવતાં છોટાઉદેપુર જિલ્લા ના ધનીવાડા ગામ ખાતે રહેતા આરોપી કિશનભાઇ મુળજીભાઈ રાઠવા પોતાની દિકરી અસિબેન્ન માટે કરતા હોય ને સમાજ મા ખરાબ દેખાય જેથી આરોપી ના ભાઇ મૃતક હરિયાભાઈ મૂળજી ભાઇ એ ઘર જમાઈ લાવવાની ના પાડી હતી, જેથી આ બાબત ની રિષ આરોપી રાખતો આવ્યો હતો, અને તેના સગા ભાઈ ના પરીવાર નુ કાળશું કાઢી નાખવા નો મન બનાવ્યો હતો જેથી ગતરોજ રાત્રિ ના ત્રણેક વાગ્યે મૃતક હરિયભાઈ રાઠવા પોતાના ઘર ના આંગણા માં ખાટલા માં સુતો હતો ત્યારે હત્યારો ભાઇ હાથ માં કુહાડી લઈ ને આવ્યો હતો અને પોતાના નિંદ્રાધીન ભાઇ ના માથા માં કુહાડી ના ઘા ઝીંકી તેની હત્યા કરી, મોતને ઘાટ ઉતાર્યો હતો.

આ મામલે મૃતક ના પુત્ર રાકેશભાઈ હરિયાભાઇ રાઠવા એ ક્વાંટ પોલીસ મથક મા પોતાની ફરિયાદ નોંધાવી છે,જેમાં તેણે તેનો કાકો તેની દીકરી માટે ઘર જમાઈ ના લાવવાની પોતાનાં પિતા એ વાત કરી હોય તેના આખા કુટુંબ નો વેરી બન્યો હતો ફરિયાદી ને પણ ઝેરી દવા આપવાનો કારશો રચ્યો હતો, જે બાબતે ફરિયાદી સજાગ થયો હતો નુ પણ ફરિયાદ માં લખાવ્યું છે.

આ મામલે ક્વાંટ પોલીસ મથક ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી. એમ. ગામિતે હત્યા નો ગુનો દાખલ કરી સમગ્ર પ્રકરણ ની તલસ્પર્શી તપાસ હાથ ધરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here