છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રંગપુર ગામે આવેલા આનંદ નિકેતન આશ્રમના સહયોગથી આદિવાસી સમાજના ખેડૂતો માટે ગૌ કૃપા અમૃતમ બેકટેરિયા આધારિત ખેતી શિબિર યોજાઇ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર જિલ્લામાં આ શિબિરમાં આનંદ નિકેતનના ટ્રસ્ટીઓ ઘ્વારા અમદાવાદથી પધારેલ મુખ્ય વક્તા ગોપાલભાઈ સુતારીયાએ ખેડૂતોને સંબોધતા જણાવ્યું કે ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે.ખેડૂતની જનની તેની જમીન છે.જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવી આપણી જવાબદારી છે.ગીર ગાય એક એવી ભારતીય ગાય છે કે જેના મળ,મૂત્ર,દૂધ,છાંસમાંથી પાક ઉપયોગી તમામ પોષકતત્વો તેમાંથી મળી રહે છે સાથે સાથે જમીનની ફળદ્રુપતામાં પણ વધારો થાય છે.આજે આપણી જમીનમાં રાસાયણિક ખાતરો, પેસ્ટિસાઇડ્સ અને ઝેરી હાઈબ્રીડ બિયારણોના આડેધડ વાવેતરથી આપણે મનુષ્ય જીવનને ખતરામાં મૂકી દીધું છે.જે પાકમાંથી મળતું અનાજ,શાકભાજી મનુષ્યના જીવનને ટકાવી રાખવામાં ઉપયોગી ન બનતા તે મનુષ્ય જીવનને કેન્સરરૂપી રોગ તરફ ધકેલી રહ્યું છે.જમીનોમાં પાકને મદદરૂપ થતા બેક્ટેરિયા,અળસિયા નો નાશ થતા જમીન પથ્થર જેવી થતા બંઝર બની છે.જેની સીધી અસર પર્યાવરણ પર થઇ છે.રાસાયણિક ખાતર,પેસ્ટિસાઇડ્સનો વપરાશ ઘટાડી તમામ ખેડૂતોએ ઘરે ઘરે ગીર દેશી ગાયના મળ,મૂત્ર,દૂધ નો ઉપયોગ કરી તેનો ખેતરમાં ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા વધશે જેના કારણે પાકની ઉત્પાદન શક્તિ વધવાથી અને ખર્ચ ઘટવાથી પાક ઉત્પાદનમાં વધારો થશે.ખેડૂત શિબિરમાં આભારવિધિ વિષ્ણુભાઈ રાઠવાએ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here