છોટાઉદેપુર ખાતે યોજાનારા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદની કરવામાં આવી રહેલી તડામાર તૈયારી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

આગામી તા. ૧૨મી એપ્રિલના રોજ રાજયના માન. રાજયપાલ મહોદય આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાનારા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદની જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આગામી તા. ૧૨મી, એપ્રિલના રોજ છોટાઉદેપુર ખાતે આવેલા ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના માન, રાજયપાલ મહોદયની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ સફળતાથી પાર પડે એ માટે જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણના માર્ગદર્શન હેઠળ અને જીલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહની રાહબરીમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
કાર્યક્રમના સ્થળે સ્ટેજ, સભામંડપ, બેઠક વ્યવસ્થા, પાર્કિંગની વ્યવસ્થા, પીવાના પાણીની
વ્યવસ્થા સહિતની આનુષાંગિક વ્યવસ્થા સમયમર્યાદામાં પૂર્ણ થાય એ માટે જિલ્લા વહીવટીતંત્ર
ખડેપગે કામગીરી બજાવી રહ્યું છે.
તમામ તૈયારીઓ સમયમર્યાદામાં પુરી થાય એ માટે જિલ્લા વહીવટીતંત્ર અધિકારીઓની વિવિધ સમિતિઓ પણ બનાવવામાં આવી છે. આ સમિતિઓ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીનું જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બારીકાઇથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓની બેઠકો યોજી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય એ અંગે માર્ગદર્શન આપી પ્રોત્સાહન પુરૂં પાડવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here