છોટાઉદેપુરમાં કન્ઝ્યુમર કોર્ટનો શુભારંભ…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :/

છોટાઉદેપુર ની જનતા હવે ગ્રાહક તકરાર કેસો ..કંઝ્યુમર કોર્ટમાં નિવારણ લાવી શકશે

છોટાઉદેપુર જિલ્લાની રચના 2013 માં કરવામાં આવી હતી ત્યારબાદ જિલ્લામાં સેશન કોર્ટ સહિતની કોર્ટો શરૂ કરવામાં આવી હતી અને છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકાઓમાં સિવિલ કોર્ટ દીવાની કોર્ટ ની સુવિધાઓ ઉપલબ્ધ થાય છે હવે કન્ઝ્યુમર કોર્ટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કોર્ટ નો પણ શુભારંભ થયો છે
છોટાઉદેપુર ખાતે એસ એન કોલેજ ની બાજુમાં યાત્રીભવન બિલ્ડિંગમાં ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત જસ્ટિસ શ્રી અને ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ આયોગ અમદાવાદ ના પ્રમુખશ્રી એ.વી પટેલ ના હસ્તે ખુલ્લી મુકવામાં આવી છે
આ પ્રસંગે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ વડોદરા ના પ્રમુખશ્રી શાહ તેમજ છોટાઉદેપુર કોર્ટના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી મુનશી સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા
છોટાઉદેપુર જિલ્લાની જનતાને ઘર આંગણે ગ્રાહક કોર્ટની સુવિધા મળી રહે તે માટે છોટાઉદેપુર નગરપાલિકા એ બિલ્ડીંગની સુવિધા વિના મૂલ્ય ઉપલબ્ધ કરાવી છે .છોટાઉદેપુર નગરપાલિકાએ પાલિકા હસ્તકનું યાત્રીભવન બિલ્ડીંગ ગ્રાહક કોર્ટ નું નવું બિલ્ડીંગ ન બને ત્યાં સુધી વિનામૂલ્યે સુવિધા પૂરી પાડી છે .નગરપાલિકાએ બિલ્ડીંગનું રીનોવેશન કરી અધ્યતન સુવિધાઓ રંગ- રોગાન પણ નગરપાલિકાના ખર્ચે કરી આપ્યું છે
ઉદ્ઘાટન પ્રસંગે છોટાઉદેપુર બાર એસોસિયેશનના પ્રમુખ શ્રી સીએન જોશી સિનિયર વકીલ શ્રી રમેશ પંચોલી , રીટા પંચોલી એમ.એસ મકરાણી તથા અધિવકતા.. ધારાશાસ્ત્રી ..વકીલો સર્વશ્રી રાજેન્દ્ર રાઠવા સુમન પરમાર, બાબુ રાઠવા દિપક રોહિત ભાવસિંહ રાઠવા સહિત સદગૃહસ્થ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here