ગોધરા શહેરના BRGF ભવન હોલ ખાતે વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત જિલ્લા કક્ષાનો કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

જિલ્લાના ૧૨ ગ્રામ્ય સ્વ સહાય જૂથોને કુલ ૮૫ લાખ ૪૫ હજાર તથા શહેરી વિસ્તારના ૦૪ સ્વ સહાય જૂથોને ૧૪ લાખ રૂપિયાની સહાયના ચેક કરાયા વિતરણ

જિલ્લાની બહેનોને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરાયા, બાગાયત વિભાગ તરફથી શાકભાજી બીજનું કરાયું વિતરણ

વિશ્વાસ થી વિકાસયાત્રા પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તરફથી જિલ્લા કક્ષાનો કેશ ક્રેડીટ કેમ્પ યોજવામાં આવ્યો હતો, ગોધરા શહેરના BRGF ભવન હોલ ખાતે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વાસ થી વિકાસયાત્રા અંતર્ગત કેશ ક્રેડીટ કેમ્પમાં જિલ્લાના અલગ અલગ તાલુકાઓના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના સ્વસહાય જુથોના બહેનોને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા, તેમજ પ્રધાનમંત્રી જન આયુષ્ય યોજના કાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મહાનુભાવોના સ્વાગત થકી કરવામાં આવી હતી.

જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં NRLM યોજના અંતર્ગત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પાંચ સ્વસહાય જૂથોને રૂ ૧૭.૯૫ લાખની કિંમતના ૫ સ્વસહાય ચેક વિતરણ તથા સાત સ્વ સહાય જૂથોને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ અંતર્ગત ૬૭ લાખ ૫૦ હજારના ચેક સહિત કુલ ૮૫ લાખ ૪૫ હજાર તથા શહેરી વિસ્તાર નગરપાલિકા ગોધરાના ચાર સ્વ સહાય જૂથોને કુલ ૧૪ લાખ રૂપિયાના ચેક મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયા હતા. આ સાથે સાત લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આયુષ્ય કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે જિલ્લા બાગાયત વિભાગ તરફથી શાકભાજીનું બિયારણ અને છોડવા વિતરણ તથા જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી બહેનોનું હેલ્થ ચેકઅપ કરાયું હતું.

આ પ્રસંગે સાંસદશ્રી રતનસિંહ રાઠોડે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે બહેનો વિવિધ વ્યવસાય થકી પગભર બની આત્મનિર્ભર બને તે માટે સરકારશ્રી તરફથી વિવિધ યોજનાકીય પ્રયાસો કરાયા છે. પંચમહાલ જિલ્લામાં સ્વ સહાય જૂથોની બહેનો વિવિધ વ્યવસાયો કરીને લાભ મેળવ્યો છે. દેશની સૌથી મોટી આરોગ્ય સુવિધા એટલે કે પ્રધાનમંત્રી જન આયુષ્ય કાર્ડ દ્વારા છેવાડાના વ્યક્તિને પણ આરોગ્યનો નિ:શુલ્ક લાભ મળ્યો છે.

આ સાથે ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ સ્વ સહાય જૂથ લાભ અંતર્ગત કાર્યક્રમને ઉપસ્થિતોએ લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.

અહી નોંધનીય છે કે પંચમહાલ જિલ્લામાં ૯ હજાર ૧૫ સ્વ સહાય જૂથ બહેનો પોતાના વ્યવસાયને વેગ આપી રહ્યા છે. અત્યાર સુધી ૫ હજાર ૭૧૨ સ્વ સહાય જૂથોને રિવોલ્વિગ ફંડ અંતર્ગત સહાય મળેલ છે. વિવિધ કેમ્પ દરમિયાન એન.આર.એલ.એમ યોજના ગ્રામ્ય વિસ્તારના કુલ ૯૪૫ સ્વસહાય જૂથોને કુલ ૧૨૯૯.૨૦ અને શહેરી વિસ્તારના ચાર સ્વસહાય જૂથોને ૧૪ લાખ રૂપિયાની સહાય કરવામાં આવી છે.

આજના આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ નિયામકશ્રી ડી આર પટેલ દ્વારા સ્વાગત પ્રવચન અને ડી.એલ.એમ શ્રી ભાવનાબેન દ્વારા આભારવિધિ પ્રસ્તુત કરાઈ હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કુ.કામિનીબેન સોલંકી, ગોધરા ધારાસભ્ય સી કે રાઉલજી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ રાઠોડ, જિલ્લા ગ્રામ વિકાસ નિયામકશ્રી ડી આર પટેલ,જિલ્લા પંચાયત દંડક અરવિંદસિંહ પરમાર, આરોગ્ય અધિકારીશ્રી, નાયબ બાગાયત નિયામકશ્રી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી સહિત પદાધિકારીઓ અને સબંધિત વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here