ગોધરા એલ.સી.બી. પોલીસે ડોળપા ફળીયામાં ખુલ્લામાં વરલી મટકાના આંક ફરકના આંકડાનો જુગાર રમતા કુલ -૪ જુગારીયાઓને ઝડપી પાડ્યા…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

રોકડા રૂ .૧૧,૭૯૦ / – તથા મોબાઇલ ફોન નંગ -૧ કિ.રૂ .૨,૦૦૦ / – એમ મળી કુલ રૂ .૧૩,૭૯૦ / – નો જુગારનો મુદ્દામાલ જપ્ત કર્યો

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ.ભરાડા સાહેબશ્રી નાઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ અત્રેના જિલ્લામાં જુગારની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી કે.પી.જાડેજા એલ.સી.બી. ગોધરા નાઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ તે મુજબ આજરોજ શ્રી કે.પી.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. ગોધરા નાઓની ચોક્કસ બાતમી હકીકત મળેલ કે ગોધરા વાગડીયા વાસમા રહેતો ભીખાભાઈ પન્નાભાઇ વાગડીયા નાઓ નોકરો રાખી ગોધરા ડોળપા ફળીયામા ખુલ્લામાં વરલી મટકાના આંક ફરકના આંકડાઓ લખી લખાવી પૈસા વડે હાર જીતનો જુગાર રમી રમાડે છે . અને હાલમાં જુગારની પ્રવૃત્તિ ચાલુ છે તેવી મળેલ બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ શ્રી આઇ.એ.સીસોદીયા પો.સ.ઇ. એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો દ્વારા જુગારની રેઇડ કરાવતા . પકડાયેલ આરોપીઓઃ ( ૧ ) દેવેંદ્રભાઇ સુંદરભાઇ પરમાર રહે.પાવર હાઉસની સામે તીરગરવાસ ગોધરા ( ૨ ) હેમીયાભાઇ છીતાભાઇ ભોઇ રહે.ભુરાવાવ મોદી અસ્ટેટ ગોધરા ( ૩ ) અશ્વિનભાઇ મનુભાઇ પરમાર રહે.પાનમ કોલોની પાછળ ગોધરા ( ૪ ) અજયભાઇ સુરેશભાઇ પરમાર રહે.પાવર હાઉસ હરીજનવાસ ગોધરા કબજે કરેલ મુદ્દામાલ ( ૧ ) અંગ ઝડતીમાંથી રોકડા રૂપિયા કુલ રૂ .૧૧,૭૯૦ / ( ર ) મોબાઇલ ફોન નંગ- ૧ કિ.રૂ. ૨,૦૦૦ / ( ૩ ) સ્લીપબુકો નંગ -૬ તથા બોલપેન નંગ -૨ કી.રૂ .૦૦ / નહી પકડાયેલ આરોપીઓઃ ( ૧ ) ભીખાભાઇ પન્નાભાઇ વાગડીયા રહે.વાગડીયાવાસ ભુરાવાવ ગોધરા ( ૨ ) ચેતન ઉર્ફે પપ્પી લક્ષ્મણદાસ શ્યામલાણી રહે.લાલબાગ ગોધરા ઉપરોકત પકડાયેલા આરોપીઓ તથા રેઈડ દરમ્યાન નહીં પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here