ગોધરા એલ.સી.બી. પોલીસે ગોધરા વિશ્વાકર્મા ચોક પાસેથી એક ઇસમને ચોરીની મોટર સાયકલ સાથે ઝડપી પાડ્યો…

ગોધરા,(પંચમહાલ) રમેશ પરેલ :-

ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે.નો મોટર સાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ. ભરાડા સાહેબ નાઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓને મિલ્કત સંબધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલા વણશોધાયેલા મિલ્કત સંબધી ગુનાઓ ડીટેકટ કરવા માટે જરૂરી સુચનાઓ આપેલ તે સુચનાના ભાગરૂપે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓને બાતમીદારથી માહીતી મળેલ કે આજથી દોઢેક મહીના અગાઉ ગોધરા અમી સ્ટુડીઓની બાજુમાં રોડ પાસે પાર્કીંગ કરેલ સી.ડી. ડીલક્ષ મોટર સાયકલ નંબર જી.જે .૧૭ એ.એ .૪૭૨૮ ની ચોરાયેલ છે તે મોટર સાયકલ જુબેર રફીક વલીવાંકા રહે , વચલા ઓઢા ગોઘરા નાઓએ ચોરી કરેલ છે અને તે ચોરીની મોટર સાચકલની નંબર પ્લેટ કાઢી નાખી જે નંબર વગરની મોટર સાયકલ લઇને ગોધરા વિશ્વકર્મા ચોક પાસે ઉભેલ છે તેવી મળેલ બાતમી આધારે શ્રી આઇ.એ.સિસોદીયા પો.સ.ઇ. એલ.સી.બી. ગોધરા તથા એલ.સી. બી . સ્ટાફના માણસોએ ગોધરા પાસે જઈ ખાનગી વોચ રાખી તપાસ કરી બાતમી મુજબના જુબેર રફીક વલીવાંકા નાઓને મોટર સાયકલ સાથે પકડી પાડેલ છે . કબજે કરેલ મુદ્દામાલઃ ( ૧ ) સી.ડી. ડીલક્ષ મોટર સાયકલ કિ.રૂ .૨૦,૦૦૦ / આરોપીઓ કરેલ કબુલાતઃ આ કામે પકડાયેલ આરોપીએ આજથી દોઢેક મહીના પોહલા ગોધરા પોલીસ હેડ કવાર્ટરના ગેટની સામે આવેલ અમી સ્ટુડીયોની પાસે પાર્ક કરેલ હતી તે ઉપરોકત મોટર સાયકલની ચોરી કરેલાની કબુલાત કરેલ છે . જે સંબધે તપાસ કરતા નીચે મુજબનો અનડીટેકટ ગુનો ડીટેકટ થયેલ છે . ડીટેકટ થયેલ ગુન્હો : ( ૧ ) ગોધરા શહેર એ ડીવીઝન પો.સ્ટે . ગુ.ર.નં. ૧૧૨૦૭૦૨૫૨૨૦૩૫૬/૨૦૨૨ ઇ.પી.કો. ૩૭૯ મુજબ પકડાયેલ આરોપી : જુબેર રફીક વલીવાંકા રહે . વચલા ઓઢા રહેમાનીયા મસ્જીદ પાસે ગોધરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here