ખેડા જિલ્લાના માતર તાલુકાના ચાનોર ગામે ઈમરજન્સી બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી તારાપુરના સહયોગથી બ્લડ ડોનેટ કેમ્પ યોજાયો

ખેડા, આરીફ દીવાન (મોરબી) :-

ખેડા જીલ્લા ના માતર તાલુકા ના ચાનોર ગામે સ્વૈચ્છિક મહા-રક્તદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું. શુક્રવાર ના દિન નિમિત્તે ખેડા જિલ્લાના ચાનોર ગામ ખાતે ગામ પંચાયત મા પ્રેરણારૂપ સંદેશા સાથે અનોખી પહેલ શરૂ કરી હોય તેમ ઈમરજન્સી બ્લડ ડોનેટ ગ્રુપ અને તારાપુર ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા રકતદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું.
ચાનોર ગામ ખાતે તારીખ ૨૪/ ૯/૨૧ ને શુક્રવાર ના રોજ બપોરના ૨ થી ૫ વાગ્યા સુધી ગામ પંચાયત ખાતે મહારક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તારાપુર ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ઈમરજન્સી બ્લડ ડોનેટ ગ્રુપ,સમાજના અગ્રણીઓ, આગેવાનો ,મહાનુભવો,ઈબીડી પ્રમુખ પ્રતાપ સિંહ,મહમંદ રફિક દિવાન,હિતેશભાઈ મકવાણા,સરપંચ મયુદદીન,બકસુદદીન ચૌહાણ,,મોલાના મોસિન, બકસુદદીન મલેક, ફારુક મલેક,મોઈન ચૌહાણ તેમજ રકતદાતાઓ પોતાના યથાશક્તિ પ્રમાણે આ સૌપ્રથમવાર ઈમરજન્સી બ્લડ ડોનેટ ગ્રુપ નુ સફળ આયોજન તારાપુર ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા કરવામા આવ્યુ.નોંધનીય છે કે છેલ્લા છ વર્ષથી સેવાકીય કાર્ય યુવાનો દ્વારા કરવામાં આવી રહ્યા છે covid-19 મહામારી મા ઉદાહરણ પૂરું પાડવા મા પણ આગવું સ્થાન ધરાવે છે 208 બોટલ બ્લડ ડોનેટ કર્યું હતું ઈમરજન્સી બ્લડની જરૂર હોય તો ઈ બી ડી ગ્રુપનું સમગ્ર ગુજરાત મા બ્લડ પહોંચાડવાના પ્રયાસ કરે છે આ સમગ્ર કામગીરી માં માનવ સેવા ના ભાગરૂપે નિસ્વાર્થ સેવા આપવામાં આવે છે.સાથે સાથે ઈબીસડી ગૃપ અને તારાપુર ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અને દ્વારા રકતદાતા ને સન્માન પત્ર,કપ આપવામાં આવ્યા હતા. આ કેમ્પ કુલ ૨૦ યુનિટ રકતદાન થયું હતું. આયોજકો, રકતદાતાઓ, મહાનુભવો હાજર રહયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here