કુખ્યાત ભૂમાફીયા સામે નગરની યુવતીએ નવનિયુક્ત એસપીને પંદર મુદ્દામાં કરી રજુઆત

જામનગર,
આરીફ દીવાન

“પત્રકારો સમક્ષ માફીયા સામે કહ્યા અન્ય કેટલાક આક્ષેપ”

જામનગર કુખ્યાત ભૂમાફીયા જયેશ પટેલ સામે અગાઉ પોલીસમાં ફરિયાદ કરી ચૂકેલી નિશા ગોંડલીયાએ ગઈકાલે એસપી કચેરીએ રજુઆત માટે પહોંચી પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેણીએ પોતાની પાસે રહેલું જુદા જુદા પંદર મુદ્દાવાળુ આવેદન સોંપ્યુ છે. તેણીએ વધુ એક વખત જયેશ સામે ચોંકાવનારા આક્ષેપો કર્યા છે.

જામનગરમાં ભારે કુખ્યાતિ પામી ચૂકેલા ભૂમાફીયા જયેશ પટેલ દ્વારા થોડા દિવસ પહેલા કેટલીક ઓડિયો ક્લીપ જાહેર કરવામાં આવી છે. જેમાં તેણે જુદા જુદા આક્ષેપો કરવા ઉપરાંત કેટલીક વાંધાજનક બાબતો પણ ઉચ્ચારી છે ત્યારે અગાઉ જયેશ પટેલ સામે મેદાને પડનાર નિશા ગોંડલીયાએ ગઈકાલે નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા દીપન ભદ્રનની કચેરીએ પહોંચી પોતે જયેશ સામેના કેટલાક કેસની વિગતો જાણતી હોય જયેશ તથા તેના સાગરિતોને ખુલ્લા પાડવા અને તે માટેની વિગતો આપવા એસપી કચેરીએ આવી હોવાનું પત્રકારોને જણાવ્યું હતું.

ગયા વર્ષે નિશા ગોંડલીયાએ આંતરરાષ્ટ્રીય ચલણમાં રહેલા બીટકોઈન પ્રકરણમાં પોતાના બનેવી પાસેથી જયેશ પટેલે કરોડોની કિંમતના બીટકોઈન પડાવી લીધા હોવાની ફરિયાદ કર્યા પછી ખંભાળીયા હાઈ-વે પર પોતાના પર જયેશના મળતીયાઓએ ફાયરીંગ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. તે પછી લોકડાઉનના સમય દરમ્યાન અત્યંત ચૂપ રહેલી નિશા ગોંડલીયા ફરીથી બહાર આવી છે. તેણે ગઈકાલે જયેશ સામે કેટલાક બીજા પણ આક્ષેપો કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here