ઐતિહાસિક અને ધાર્મિક નગરી સિદ્ધપુરમાં “નાણા વગરનો નાથીયો” અને “નાણે નાથાલાલ” ની કહેવતને ચરિતાર્થ કરતી નગરપાલિકા તેમજ જિલ્લા વહીવટી તંત્ર…

સિદ્ધપુર, (પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

ઐતિહાસિક અને ધાર્મિક નગરી સિધ્ધપુરમાં પવિત્ર સરસ્વતી નદીના કિનારે કારતક સુદ અગિયારસ થી કારતક વદ ચોથ સુધી સમસ્ત સનાતની હિન્દુ સમાજની અઢારે વર્ણની આસ્થાનો કાર્તિકી પૂર્ણિમાનો મહા મેળો ભરાય છે.અહીં સમગ્ર ભારત વર્ષમાંથી લાખો લોકો પોતાના મૃતક સ્વજનોની અસ્થિ વિસર્જન,પિંડદાન,માતૃ ગયા,પિતૃ નારાયણ બલી,ત્રીપંડી શ્રાદ્ધ, બબરુ શ્રાદ્ધ તેમજ વિવિધ યજ્ઞ યાગાદિક જેવા અનેકવિધ ધાર્મિક વિધિ કરાવવા માટે અહીં આવતા હોય છે આ મહા મેળાનું આયોજન સ્થાનિક નગરપાલિકા તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાતું હોય છે જેમાં વિવિધ ચગડોળ ચકેડીયો,મોતના કુવા, ખાણીપીણી બજાર,ખરીદીના સ્ટોલ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો કરાતા હોય છે જેમાં અઢારે વર્ણના લાખો લોકો આ મહા મેળાની મોજ માણતા હોય છે આ મેળામાં ચકડોળ ચકેડીઓ, ખાણીપીણી બજાર તેમજ વિવિધ આઈટમોની દુકાનો માટે જાહેર હરાજી યોજી પ્લોટીંગ કરાતું હોય છે જેમાં નગરપાલિકા તેમજ વહીવટી તંત્રને લાખો રૂપિયાની આવક થતી હોય છે જેના માટે તંત્ર દ્વારા આ જગ્યાની સાફ-સફાઈ કરવાની કામગીરીની શરૂઆત કરાઈ દેવાય છે કેમકે અહીંયાથી નગરપાલિકા તેમજ વહીવટી તંત્રને મોટી આવક નજરે દેખાઈ રહી છે અહી છેલ્લા ત્રણવર્ષ થી કોરોના વાયરસની મહા મારીના કારણે આ લોક મેળો બંધ રાખવાની ફરજ પડી હતી જેથી છેલ્લા ત્રણ વર્ષથી આ પવિત્ર સરસ્વતી નદીના પટને નગરપાલિકા દ્વારા ડમ્પીંગ સાઈડ બનાવી દેવાઈ હતી તેમજ સાફ સફાઈના અભાવે અહીં જંગલી જાડી ઝાંખલા,આકડિયા બાવળિયાનું જંગલ બની ગયેલી જગ્યાની કોઈ નોંધ શુદ્ધા લેવા તૈયાર ન હતું જેથી આ જગ્યાની સાફ-સફાઈ બાબતે અનેક સમાચારો અખબારમાં પ્રકાશિત થતા સ્થાનિક રાજકીય તેમજ સામાજિક આગેવાનો વિવિધ સંસ્થાઓ તેમજ જાગૃત નાગરિકો દ્વારા અનેક વાર લેખિતમાં રજૂઆતો કરવા છતાં પણ કામગીરી શૂન્ય હતી આ જગ્યાની સફાઈ બાબતે માન્ય ન્યાયાલયમાં પીઆઈએલ દાખલ કરતા માન્ય ન્યાયાલય દ્વારા નગરપાલિકાને ઠપકાર આપતા આ જગ્યાની પવિત્રતા જાળવવાની જવાબદારી સ્વીકારવા માટેની કઠોર ટિપ્પણી પણ કરી હતી છતાં પણ નગરોળ તંત્રના પેટનું પાણી હાલતું ન હતું પરંતુ બે વર્ષ બાદ ચાલુ સાલે કાર્તિકી પૂર્ણિમાનો મેળો ભરવાનો હોય મોટી આવક દેખાતા નગરપાલિકા તંત્ર તેમજ જિલ્લા વહીવટી તંત્ર કુંભ કર્ણની ઘોર નિંદ્રામાંથી સફાળું જાગી ગયું છે જેસીબી મસીન, ટ્રેક્ટર ટ્રોલીઓ તેમજ ડમ્પરો કામે લગાડી મેળો જ્યાં ભરાય છે તે જગ્યાની સાફ સફાઈ કરવાની કામગીરી આરંભી છે તો બીજી બાજુ સનાતાની હિંદુ સમાજની આસ્થાનું પ્રતિક એવી પાવન પવિત્ર સરસ્વતી નદીના પટમાં માધુ પાવડિયા ઘાટ પાસે બનાવેલ ચેકડેમમાં પાંચ વર્ષ બાદ સારો વરસાદ થતાં પાણીથી છલોછલ ભરાયો છે અહીં કાર્તિકી પૂર્ણિમાએ ગંગા,યમુના તેમજ સરસ્વતી નો સંગમ થતો હોય અહી સ્નાન,દાન,ધર્મનું વિશેષ મહત્વ પુરાણોમાં લખાયેલું છે પણ અફસોસ ચેકડેમ અને કોઝવે ની ડાબી બાજુ ગંદકીએ સામ્રાજ્ય જમાવી દીધું છે જ્યાં જુઓ ત્યાં સહાય દુર્ગંધ મારતી ગંદકીના કારણે અહીંયાથી નીકળવું પણ લોકો માટે માથાનો દુખાવો સમાન બની ગયો છે અને આ ગંદકીના કારણે ઝેરી જીવાત તેમજ માખી મચ્છરોનો ઉપદ્રવ પણ વધી જમા પામ્યો છે જે નરી આંખે દેખાય તેવું દ્રશ્ય છે છતાં પણ અહીં સાફ સફાઈ કરવા તંત્રની ઉપેક્ષા સ્પષ્ટ દેખાઈ રહી છે.સ્થાનિક નગરપાલિકા તેમજ જિલ્લા વહીવટી તંત્ર સત્વરે ચેકડેમ તેમજ માધૂપાવડિયા ઘાટ સહિત કોજવેની ડાબી બાજુ એ સરસ્વતી નદી ના પટની સાફ સફાઈ થાય તે અત્યંત જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here