ઈદે મિલાદુન નબી પર્વને લઈ મુસ્લિમ સમુદાય દ્વારા શેરી મહોલ્લા ધર્મ સ્થળો તેમજ પોતાના ઘરો રોશનીથી શણગારી ઝળહળતા કરાયા…

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ઈસ્લામી ત્રીજો મહિનો એટલે રબીઉલ અવ્વલ જેમાં આ મહિનાની 12મી તારીખે ઇસ્લામ ધર્મના સ્થાપક અને શાંતિ અને માનવતાનો ઉત્તમ ઉદાહરણ દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડનાર મહાન પેગંબર હજરત મહંમદ સલલ્લાહો અલયહે વ સલ્લમ જન્મદિવસ જે ઇદે મિલાદુન્નબી તરીકે પણ ઓળખાય છે. જે નિમિત્તે આખી દુનિયાના મુસલમાનો પહેલા ચાંદ થીજ પોતાના ઘરો શેરી મહોલ્લાઓ અને પોતાના ધર્મ સ્થળો ને પુરા બાર દિવસ સુધી સીરીજો ગુબ્બારા ઈસ્લામી ઝંડા ડાન્સિંગ લાઈટો વગેરેનું ડેકોરેશન કરી શણગારાય છે જેમાં ડભોઇ જનતાનગર તલાવપુરા સોનેશ્વર પાર્ક કાજીવાડા બેગવાળા કડિયવાડ મોરવાલી જીન ખલી મોહલ્લા સહિત નગરના સમગ્ર મુસ્લિમ વિસ્તારને રોશની થી શણગારી જગમગતા કરાયા હતા સાથે રોમાંચિત કરે એવા ડેકોરેશનને જોવા લોકો ઉમટી પડ્યા હતા.
જ્યારે આ મહિનાના બાર દિવસ સુધી મુસ્લિમ સમુદાયના પુરુષ મહિલાઓ બાળકો સહિત દરેક વ્યક્તિ મસ્જિદોમાં તેમજ પોતાના મોહલ્લામાં તકરીર જિક્રોનાત કુરાનખાની જેવા પ્રોગ્રામો યોજી નજરો નિયાજનુ આયોજન પણ કરતા હોય છે. સાથે આ સૃષ્ટિના સર્જન હારે કહ્યું છે કે હજરત મોહમ્મદ સલલ્લાહો અલય હે વસલ્લમ ને મે સમગ્ર સૃષ્ટિ ના લીધે રહેમત બનાવી કૃપાળુ બનાવીને મોકલેલ છે જેને લઇ સમસ્ત સમુદાયના મુસ્લિમ લોકો તેઓનું સન્માન અને પ્રાણ ન્યોયોછાવર કરી દે તેવો પ્રેમ અને આદર કરી તેઓની મિલાદ ઉજવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here