આવતીકાલે તા.૨૬મી એપ્રિલ બુધવારના રોજ જિલ્લાના વરિષ્ઠ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લાના સાત તાલુકા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

પંચમહાલ જિલ્લામાં “સ્વાગત સપ્તાહ”ની ઉજવણી

જિલ્લામાં આજ સુધી ગ્રામ્ય સ્વાગતમાં કુલ ૫૬૧૮, તાલુકા સ્વાગતમાં ૭૬૧૫,જિલ્લા સ્વાગતમાં ૧૭૪૯,રાજ્ય સ્વાગતમાં ૧૦ જેટલી અરજીઓ મળી છે

રાઈટ ટુ સીએમઓ અંતર્ગત ૩૫, લોકફરીયાદમાં ૭૧૫ અરજીઓ મળી, જેમાં મોટાભાગની અરજીઓનું કરાયું છે સુખદ નિરાકરણ

ચાલુ માસે પંચમહાલ જિલ્લામાં ૬૧૪ અરજીઓ રજૂ થયેલ છે,જેનો તાલુકા સ્વાગતમાં હકારાત્મક નિકાલ કરવાના પ્રયાસો કરાશે

મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ “સ્વાગત” ની શરૂઆત તા.૨૪મી એપ્રિલ, ૨૦૦૩ના રોજ તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરાઈ હતી. આ કાર્યક્રમને ૨૦ વર્ષ પુર્ણ થવાના અવસરે રાજ્યભરમાં પ્રજાના પ્રશ્નોના નિકાલ માટે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. પંચમહાલ જિલ્લામાં “સ્વાગત સપ્તાહ”ની ઉજવણી થઈ રહી છે. ગ્રામ્ય સ્તરથી જિલ્લાકક્ષા સુઘીના સ્વાગત કાર્યક્રમ અંતર્ગત જનતાના પ્રશ્નોના નિવારણ માટે જિલ્લા વહિવટીતંત્ર પ્રતિબઘ્ઘ છે. “સ્વાગત સપ્તાહ”ની જનજાગૃતિ ઉજવણી અંતર્ગત ગ્રામ્યકક્ષા બાદ તા.૨૬મી એપ્રિલ, બુધવારના રોજ પંચમહાલ જિલ્લાના તમામ સાત તાલુકામાં જિલ્લાના વરિષ્ઠ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં તાલુકાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે, જેમાં જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારના માર્ગદર્શન અને રાહબરી હેઠળ તમામ તાલુકાઓ ખાતે વિવિધ પ્રશ્નોનું નિવારણ આવે તેવા પ્રયાસો હાથ ધરાશે.

રાજ્ય સરકારના સંવેદનશીલ અભિગમ અન્વયે નાગરિકો “સ્વાગત કાર્યક્રમ” નો મહત્તમ ભાગ લઈ શકે અને સરકારના લોકાભિમુખ વહીવટથી અવગત થાય અનુભવ કરે તેવા ઉમદા આશય સાથે હાલમાં સ્વાગત સપ્તાહની થઈ રહેલી ઉજવણી અંતર્ગત પંચમહાલ જિલ્લામાં આજસુધી ગ્રામ્ય સ્વાગતમાં કુલ ૫૬૧૮ અરજીઓમાંથી ૫૦૦૪ અરજીઓનો હકારાત્મક નિકાલ, તાલુકા સ્વાગતમાં ૭૬૧૫ અરજીઓ સામે ૭૫૫૪ અરજીઓનો હકારાત્મક નિકાલ,જિલ્લા સ્વાગતમાં ૧૭૪૯ અરજીઓની સામે ૧૭૩૪ અરજીઓનો નિકાલ,રાજ્ય સ્વાગતમાં ૧૦ અરજીઓની સામે ૧૦૦% નિકાલ, રાઈટ ટુ સીએમઓ અંતર્ગત ૩૫માંથી ૩૫ અરજીઓનો નિકાલ, લોકફરીયાદમાં ૭૧૫ અરજીઓની સામે ૭૧૦ અરજીઓનો હકારાત્મક નિકાલ કરાયો છે.

ચાલુ માસમાં પંચમહાલ જિલ્લામાં ગ્રામ્ય સ્વાગતમાં કુલ ૬૧૪ અરજીઓ રજૂ થયેલ છે, જેનો આવતીકાલે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં નિયમોનુસાર નિકાલ સારું પ્રયત્નો હાથ ધરાશે.

તા.૨૭ એપ્રિલના રોજ કલેકટરશ્રી પંચમહાલ આશિષ કુમારની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે અને ત્યારબાદ રાજ્ય સ્વાગત કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવશે, જેમાં વર્ચૂઅલી માધ્યમથી દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની સાથે તમામ જિલ્લા અને તાલુકાઓ પણ જોડાશે અને લાભાર્થીઓ સાથે સંવાદ પણ સાધવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here