આણંદ શહેરના હાડગુડ મુકામે પંજતન ફાઉન્ડેશન દ્વારા સૈયદ સમાજના જીવનસાથી પસંદગી મેળો, ૫ ,નું આયોજન કરવામાં આવ્યું

આણંદ, ચારણ એસ વી (બોડેલી) :-

આણંદ નાં હાડગુડ ખાતે પંજતન ફાઉન્ડેશન દ્રારા સૈયદ સમાજ નાં યુવક યુવતી નો પરિચય સંમેલન યોજાયો. જેમા ગુજરાત નાં અલગ અલગ શહેર તથા ગામ નાં ૧૦૦, યુવક અને યુવતી ઓ પરિવાર સહીત હાજર રહ્યાં હતાં. અને એકબીજાને જોઈ પોતપોતાને અનુકૂળ લાગે એ રીતે જીવનસાથી પસંદગી કરવામાં આવી જે એક પુણ્યનું કામ છે આવા પસંદગી મેળાઓના કારણે કેટલાક લોકોને જીવનસાથી પસંદગી કરવા માટે ખૂબ જ આસાની થાય છે કેમ કે તેમની લાયકાત અનુસાર યુવક કે યુવતી પોતાના બાયોડેટા સાથે ત્યાં હાજર હોય છે અને આવા સેવાભાવી કામ માટે લોકો આરીફ ભાઈ સૈયદ ને તથા તેમની ટીમને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે અને દુવાઓ આપે છે
આ સમારંભ અતિથિ તરીકે રીયાઝુદ્દિન કાદ્દરી (રીટા. ઈન્કટેકસ ઓફિસર ) સાકિર અલી સૈયદ (જંબુસર) ,ઈર્શાદ અલી કઠલાલ , ઇમામઅલી સૈયદ હાડગુડ એડવોકેટ હાડગુડ ,મૌલાના પરવેઝ યમની,ફારુક સૈયદ રામોલ , મુદસ્સર સૈયદ બરોડા, ઝાકીર સૈયદ રામોલ હાજર રહ્યા હતા રિયાઝુદ્દિન કાદરી એ સમાજ ને ઉજાગર કરતા સરળ શૈલી મા ધારદાર ભાષણ આપ્યાં. મૌલાના પરવેઝ યમની એ સમાજ ને સુધારા માટે હ્રદયસ્પર્શી તકરીર કરી હતી. આજ નો આ કાર્યક્રમ સફળ રહ્યો . અને પૂરા કાર્યક્રમ ને સફળ બનાવવા માટે પંજતન ફાઉન્ડેશન ના પ્રમુખ આરીફ સૈયદ (ભૂરિયાભાઈ ) ની તનતોડ મહેનત ને બિરદાવી રહી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here