આણંદ જિલ્લાનાં જીટોડીયા ગામે નવગુજરાત સ્ત્રી અધિકાર સંઘ આણંદ દ્વારા પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તે માટે માટીના કુંડા (બાઉલ) નું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું

આણંદ, નિલેશભાઈ પટેલ :-

આણંદ જિલ્લા ના સતત કાયઁશીલ, સતત કંઇક નવુ કરવાના વિચારો, સેવાકિય કાર્ય માટે હંમેશા અગ્રેસર રહેનારા અને એક સાચા સામાજીક કાર્યકર,સૌને સાથે રાખવાની વિચારધારા ધરાવતા નવ ગુજરાત સ્ત્રી અધિકાર સંઘ આણંદ , નાં પ્રમુખ આયર્ન લેડી તરીકે જાણીતા શ્રીમતી અલ્પા બેન પટેલ દ્વારા આજ રોજ તારીખ 3 – 5 – 2023 ને બુધવાર આણંદ જિલ્લા નાં જીટોડીયા ગામે
કાળઝાર ગરમી માં પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તે માટે માટીના કુંડા (બાઉલ) નું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ સદકાર્ય માં સમીર પટેલ, ચિરાગ પટેલ, સુરેશ ઠાકોર, જાનકી પટેલ, ચકુ પટેલ , નિલેશ પટેલ, કમલેશ પટેલ સહભાગી થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here