અશોક ગહેલોત વિ. સચિન પાયલટ : હાઇકોર્ટ 24 જુલાઈએ નિર્ણય સંભળાવશે..

રાજસ્થાનમાં સિયાસી ખેંચતાણ વચ્ચે હાઇકોર્ટનો ફેસલો 24 જુલાઈના રોજ આવશે, હાલમાં જ રાજસ્થાન સરકારમાં સચિન પાયલટ ગુટ દ્વારા બળવો કરવામાં આવ્યો છે જેના કારણે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર ગબડી જાય તેવી સ્થિતિ સર્જાય છે, પાર્ટી વિરુદ્ધ કાવતરું કરવા બદલ કોંગ્રેસ આલાકમાને સચિન પાયલોટને રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી તરીકે અને રાજસ્થાન પ્રદેશના અધ્યક્ષના હોદ્દો પરથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.

આનો મામલો હાઇકોર્ટમાં પહોંચતા હવે વિધાનસભાના અધ્યક્ષ કોઈ કાર્યવાહી નહિ કરી શકે જેથી હાલ પૂરતી સચિન પાયલટ અને તેમના ગ્રુપના વિધાયકોને હાઇકોર્ટ દ્વારા રાહત મળી છે. હાઇકોર્ટમાં સચિન પાયલોટના વકીલ હરિસ સાલ્વે અને મુકુલ રોહતગી હતા જ્યારે સ્પીકર અને ગેહલોત તરફથી અભિષેક મનું સિંઘવીનાઓએ પોતાના પક્ષની દલીલો કોર્ટમાં રજૂ કરી જેથી હવે હાઇકોર્ટે 24 જુલાઈ માટે નીર્ણય સુરક્ષિત કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here