અમદાવાદ પોલીસના નાક નીચે બે પોલીસ મથકની હદમાં દારુના કટિંગનો પર્દાફાશ કરતા ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરીંગ સેલના પી.એસ.આઇ શ્રી ડી.જે.બારોટ સાહેબ..

અમદાવાદ, દિપ મહેતા (સુરત) :-

ગુજરાત પોલીસ સ્ટેટ મોનીટરીંગ સેલના પી.એસ.આઇ શ્રી ડી.જે.બારોટ સાહેબની ટીમને બાતમી હકિકત મળેલ કે, “એક ટ્રક નંબર RJ-19-GG-9615 અમદાવાદથી રાજકોટ તરફ જઇ રહેલ છે. અને આ ટ્રકમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે.” તે માહિતી આધારે તા.૧૪/૦૫/૨૦૨૩ના રોજ રેઈડ કરી, ભારતીય બનાવટનો વિદેશીદારુ કુલ કિં.રૂ.૨૭,૨૬,૧૦૦/- તથા અન્ય મળી કુલ રૂપિયા ૪૭,૮૪,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી, પકડાયેલ ૦૧ આરોપી તથા વોન્ટેડ ૦૨ આરોપીઓ વિરુધ્ધ અમદાવાદ ગ્રામ્યના બગોદરા પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.

(2). ગુજરાત પોલીસ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમના પી.એસ.આઇ શ્રી ડી.જે.બારોટ સાહેબની ટીમને બાતમી હકિકત મળેલ કે, “ટાટા કંપનીનું એક ટ્રેલર ટ્રક નંબર RJ-14-GE-7077નું અમદાવાદથી રાજકોટ તરફ જઇ રહેલ છે. અને આ ટ્રેલર ટ્રકમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે.” તે માહિતી આધારે તા.૧૪/૦૫/૨૦૨૩ના રોજ રેઈડ કરી, ભારતીય બનાવટનો વિદેશીદારુ કુલ કિં.રૂ.૩૫,૦૫,૫૦૦/- તથા અન્ય મળી કુલ રૂપિયા ૫૫,૪૨,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી, વોન્ટેડ ૦૩ આરોપીઓ વિરુધ્ધ અમદાવાદ ગ્રામ્યના બાવળા પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here