શ્રી મુક્તજીવન સ્વામીબાપાની પ્રેરણાથી અમૃત અંતિમધામનું અનાવરણ કરાયું…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

પર્યાવરણ તથા વનીકરણ જાગૃતિ કાર્યક્રમ પણ યોજાયો…

શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્યઆચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપાની પ્રેરણાથી સાબરમતી નદીના કિનારે અમૃત અંતિમધામનું અનાવરણ શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીએ પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી, ધારાસભ્યશ્રી વિગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાયું હતું.

અમૃત અંતિમધામમાં લાકડાં, પાણી, બેસવા માટે સુંદર સ્વચ્છ બાકડા, વૃક્ષોની છાયા અને સંપૂર્ણ કુદરતી સૌંદર્યવાળું વાતાવરણ, વરસાદની સીઝનમાં બેસવા માટે આરામગૃહની પણ સગવડ છે. પક્ષીઓને પાણી પીવાડાના કુંડા તેમજ વન્ય પશુઓને પાણી પીવાના હોજ બનાવવામાં આવેલ છે, જેથી અહીંયા નંદનવન બન્યું છે.

શ્રી મુક્તજીવન સ્વામીબાપાની પ્રેરણાથી અમૃત અંતિમધામને દાતા કાન્તાબેન બાબુભાઈ પટેલ, અશોકભાઈ પટેલ પરિવાર તરફથી રૂ. ૨૨,૨૨,૨૨૨/-નું દાન કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here