શહેરા તાલુકાના તરસંગ બેઠકના કોંગ્રેસના તાલુકા પંચાયત સભ્ય સહિતના ૨૦૦ જેટલા કોંગ્રેસી કાર્યકરોએ કોંગ્રેસનો છેડો ફાડી કેસરિયો ખેસ ધારણ કર્યો.

શહેરા(પંચમહાલ)
ઈમરાન પઠાણ

આગામી સમયમાં જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત બેઠકોની ચૂંટણી આવનાર છે, ત્યારે આગામી સમયમાં આવનાર ચુંટણી પહેલા જ શહેરા તાલુકા કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયું છે, શહેરા તાલુકા પંચાયતની ૩૦ બેઠકો પૈકીની એક માત્ર તાલુકા પંચાયત બેઠકના કોંગ્રેસના સભ્યએ કોંગ્રેસનો છેડો ફાડીને કેસરિયો ખેસ ધારણ કર્યો છે. શહેરા તાલુકાના તરસંગ ગામના વતની અને તરસંગ તાલુકા પંચાયત બેઠકના સભ્ય દિલિપસિંહ રૂપસિંહ સોલંકી છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા હતા અને કોંગ્રેસના મેન્ડેટ પર તાલુકા પંચાયત સભ્યમાં ચુંટાયા હતા, ત્યારે આ દિલીપસિંહ સોલંકી સહિતના ૨૦૦ જેટલા કાર્યકરો કોંગ્રેસને રામ-રામ કરીને પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસમાંથી છેડો ફાડી ભાજપમાં જોડાયેલા દિલીપસિંહ સોલંકી સહિતનાઓનું જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ ભાજપ કાર્યકરોએ આવકાર્યા હતા. તાલુકા પંચાયત સભ્યની સાથેસાથે દિલીપસિંહ સોલંકી વિરોધ પક્ષના નેતા અને શહેરા તાલુકા કોંગ્રેસ પક્ષના મહામંત્રી પણ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here