શહેરાનાં ધામણોદ ગામના નવ યુવાનની લાસ ઝાડ પર લટકતી મળી આવતા ચકચાર

શહેરા.તા-૨૯-૦૩-૨૦૨૦

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

શહેરા ના ધામણોદ ગામના રાવત ફળિયા મા રહેતા 25 વર્ષીય યુવાનની લાશ એક ખેતરના ઝાડ ઉપર લટકતી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ બનાવ સ્થળ ખાતે પહોંચીને મરણ જનાર યુવકની લાશને ઝાડ પરથી નીચે ઉતારી હતી. પોલીસે એડી નોંધીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

શહેરા તાલુકાના ધામણોદ ગામના રાવત ફળિયામાં રહેતા જેસીંગભાઇ બારીયાનો ૨૫ વર્ષીય પુત્ર દિનેશ ઘરમાં જોવા ના મળતા પરિવારજનો ચિંતિત થયા હતા. જ્યારે આજ ગામના એક ખેતરમાં આવેલ ખાખરાના ઝાડ ઉપર ૨૫ વર્ષીય દિનેશ ની લાશ લટકતી હાલતમાં જોવા મળતા તે સમયે પરિવારજનો ને પગ નીચેથી જમીન ખસી ગઈ હોય તેવો અહેસાસ થયો હતો. બનાવની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી. જેને લઇને પોલીસ મથકના પી.એસ.આઇ ઝાલા તેમજ બિટ જમાદાર હિતેશભાઈ પ્રજાપતિ સહિત પોલીસ સ્ટાફ સ્થળ ખાતે પહોંચી જઈને તપાસ હાથધરી હતી. સ્થાનિક લોકોની મદદથી મરણ જનાર દિનેશ ની લાશ ને ઝાડ ઉપરથી નીચે ઉતારી ને પોસ્ટમોર્ટમ માટે શહેરા ખાતે મોકલી દેવામાં આવી હતી. જ્યારે ૨૫ વર્ષીય યુવાન ની લાશ ખાખરાના વૃક્ષ પર લટકતી જોવા મળી હતી. ત્યારે મરણ જનાર યુવકની હત્યા થઈ છે કે પછી આપઘાત કર્યો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. બનેલ બનાવને લઈને સ્થાનિક ગામ સહિત આજુબાજુના ગામમાં ચકચાર મચી જવા પામી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here